Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેરળમાં કોરોનાના વધતા કેસ માટે હોમ આઈસોલેશનની સારવારમાં બેદરકારી જવાબદારઃ સંક્રમિત રહેલા લોકો બહાર ફરી રહયા છે

કેન્‍દ્રએ આપ્‍યું ચોંકાવનારૂ કારણ

નવી દિલ્‍હી, તા.૩: કેન્‍દ્ર તરફથી કેરળમાં વધતા કોરોના સંક્રમણને લઈને ૨૯ જુલાઈએ એક ટીમ મોકલવામાં આવી હતી. તેની અધ્‍યક્ષતા નેશનલ સેન્‍ટર ફોર ડિસિઝ કંટ્રોલના નિર્દેશક ડોક્‍ટર સુજીત સિંહ કરી રહ્યા છે.

કેન્‍દ્રની હાઈ લેવલ ટીમ કોરનાના વધતા કેસની તપાસ માટે કેરળ પહોંચી છે. ટીમે કોરોના વધવા માટે હોમ આઈસોલેશનમાં રહેતા લોકોની અયોગ્‍ય દેખરેખ ગણાવ્‍યું છે. બીમાર દર્દીઓને હોસ્‍પિટલમાં દાખલ કરવા માટેની સલાહ આપવામાં આવી છે. હાલમાં ટીમ વધારે પોઝિટિવિટી રેટ વાળા જિલ્લાની તપાસ કરી રહી છે. 

ટીમે કહ્યું કે હોમ આઈસોલેશનમાં રહેતા લોકોની સારવાર થઈ રહી નથી. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે તેઓ હોમ આઈસોલેશનમાં છે. તે આસપાસના વિસ્‍તારમાં ફરી રહ્યા છે અને સંક્રમણ ફેલાવી રહ્યા છે. ટીમ હાઈ પોઝિટિવિટી રેટના વિસ્‍તારોની પણ તપાસ કરી રહી છે.  રિપોર્ટમાં સૂત્રોના આધારે માહિતિ અપાઈ છે કે સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થાની વચ્‍ચે મહામારીનો થાક એક મોટું કારણ છે. કેરળ અને તમિલનાડુ જેવા રાજયોમાં સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થા જોડાયેલી છે. તે જમીન પર છે. પબ્‍લિક હેલ્‍થ કૈડર હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીની સારવાર કરી રહ્યું હતુ પણ થાક બાદ પૂરતી દેખરેખ થઈ શકી નથી જેના કારણે કોરોના પોઝિટિવ લોકો આસપાસ ફરીને સંક્રમણ ફેલાવી રહ્યા છે

(11:06 am IST)