Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જમ્મુ- કાશ્મીરનાં બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા :ચંદાજી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

ચંદાજી વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ સુધી આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. મળતી વિગત મુજબ સુરક્ષા દળોએ ચંદાજી વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની  માહિતી મળતા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

  કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વીટમાં એન્કાઉન્ટરને લગતી માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

 આ પહેલા શનિવારે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં વડા મસૂદ અઝહરનાં ભત્રીજા અને 2019 નાં પુલવામા હુમલાનાં આયોજનમાં સામેલ બે પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ પુલવામામાં એન્કાઉન્ટરમાં માર્યા હતા. દરમ્યાન, પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વિજય કુમારે મંગળવારે ટોચનાં 10 આતંકવાદીઓની યાદી જાહેર કરી જે જમ્મુ -કાશ્મીર પોલીસનાં નિશાના હેઠળ છે.

(11:25 am IST)