Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ટોચના વાયરોલોજિસ્ટ કાંગે કરી મોટી આગાહી

જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે

નવી દિલ્હી, તા.૩: ભારતના ટોચના માઈક્રો બાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું કે જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.

વાયરોલોજિસ્ટ કાંગનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કોઈ કરી શકતું નથી પણ જો વાયરસ આગળ જઈને મ્યૂટેટ થશે તો તે વધારે ઘાતક બની શકે છે. હાલમાં કોરોનાને લઈને કેરળના મોડલની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે. 

વાયરોલોજિસ્ટ કાંગે કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કહ્યું કે આ ન્યાયસંગત નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાની લડાઈમાં કેરળ મોડલની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ રહી છે. સંક્રમણ વધવા માટે રાજય સરકાર દ્વારા વર્તવામાં આવેલી બેદરકારી જવાબદાર બની રહી છે.  તેઓએ કહ્યું કે અહીં સંક્રમણ વધવા માટે બકરી ઈદ પહેલાનો સમય જવાબદાર છે. અહીં ધીમું વેકિસનેશન અને સાથે ઓછું સીરો પ્રિવેલન્સ પણ રાજયને ઢીલ આપવાની મંજૂરી આપતું નથી. 

થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને આડે હાથ લીધી છે. રાજયની વિજયન સરકારે બકરી ઈદના અવસરે ૩ દિવસ માટે કોરોનાના નિયમમાં રાહત આપી. કોર્ટે કેરળ સરકારને કલમ ૨૧ અને ૧૪૪ના પાલન કરવાના આદેશ આપતા કહ્યું કે કાવંડ યાત્રા કેસમાં તેના આદેશનું પાલન કરવામાં આવે. 

વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગનું કહેવું છે કે દરેક રાજયની જેમ કેરળ પણ કોરોના પ્રતિબંધના કારણે માનસિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકાર પર લોકોની તરફથી પ્રતિબંધમાં ઢીલ આપવાનું દબાણ છે પણ આ યોગ્ય સમય નથી.કાંગે કહ્યું કે કેરળના લોકો ઓણમનો તહહેવાર પહેલાની જેમ મનાવી શકશે નહીં, લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. 

કાંગે કહ્યું કે કેરળે કોરોના સંક્રમણનો ગ્રાફ ફ્લેટ કરવામાં સફળતા મેળવી છે. વેકિસન સપ્લાયમાં મુશ્કેલીના કારણે સંક્રમણને રોકવામાં મુશ્કેલી આવી હતી. કાંગે કહ્યું કે કેરળમાં સીરો પ્રિવેલેન્સ ઓછું છે. રાજય સરકારે વાયરસ સંક્રમણના વિરોધમાં સારી રીતે પોતાના લોકોનો બચાવ કર્યો છે. આઈસીએમઆરના ચોથા સીરો સર્વેમાં કેરળના લોકોમાં એન્ટીબોડીનો દર ૪૪.૫ ટકા જોવા મળ્યો હતો.

(11:39 am IST)