Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડશે

વરસે ત્યાં જળબંબાકાર અને ન વરસે ત્યાં કોરુંધાકોર: નિષ્ણાંતોની ચેતવણી

નવી દિલ્હી :  હવામાન વિભાગે સારા વરસાદનો વરતારો રજૂ કર્યો હતો.આઈએમડીએ જણાવ્યું કે, જૂન-જુલાઈનો મોટો ભાગ કોરોધાકોર રહ્યા પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડશે.

 આ દરમિયાન ખેડૂતો માટે વાવણીને સાનુકૂળ વાતાવરણ સર્જાશે એવી હવામાન ખાતાની આગાહી સાથે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વરસે ત્યાં જળબંબાકાર અને ન વરસે ત્યાં કોરુંધાકોર રાખવાની રીત જો વરસાદ ચાલુ રાખે અને સંખ્યાબંધ વિસ્તારો કોરા રહી જશે તો તેની ભરપાઈ ખૂબ મુશ્કેલ બનશે.

 

(1:11 pm IST)