Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પ્રેસ ફ્રીડમની સુરક્ષા માટે સ્થપાયેલ ' એડિટર્સ ગાઈડ ઓફ ઇન્ડિયા ' ની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

પેગાસસ જાસૂસી વિવાદ મામલે સ્પેશિઅલ ઇન્વેસ્ટીગેટ ટિમ (SIT) દ્વારા તપાસ કરાવો : વિદેશી કંપનીઓ સાથે કરવામાં આવેલી ગોઠવણ અને તેના દ્વારા કરાયેલા ફોન ટેપ અંગે માહિતી આપવા કેન્દ્ર સરકારને સૂચના આપો

ન્યુદિલ્હી : પ્રેસ ફ્રીડમની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલ  ' એડિટર્સ ગાઈડ ઓફ ઇન્ડિયા ' એ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જેમાં પેગાસસ જાસૂસી વિવાદ મામલે સ્પેશિઅલ ઇન્વેસ્ટીગેટ ટિમ (SIT) દ્વારા તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે. ઉપરાંત વિદેશી કંપનીઓ સાથે કરવામાં આવેલી ગોઠવણ અને તેના દ્વારા કરાયેલા ફોન ટેપ અંગે માહિતી આપવા કેન્દ્ર સરકારને સૂચના આપવા વિનંતી કરાઈ છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ કેન્દ્ર સરકાર તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તથા નાગરિકોના મૂળભૂત અધિકારોનું ખંડન કરી રહી છે.

એડવોકેટ રૂપાલી સેમ્યુઅલ, રાઘવ ટંખા અને લઝાફીર અહમદ બીએફ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયા મુજબ બંધારણમાં પ્રેસ ફ્રીડમની જોગવાઈ હોવા છતાં પત્રકારોના ફોન ટેપ કરી તેઓને નિશાન બનાવાયા છે.તથા ભારતના અગ્રણી નાગરિકોના ફોન ટેપ કરાયા છે.

કેન્દ્ર સરકારે આ માટે વિદેશી કંપની સાથે ગોઠવણ કરી છે કે કેમ તે અંગે સ્પેશિઅલ ઇન્વેસ્ટીગેટ ટિમ (SIT) દ્વારા તપાસ કરાવવા અને જેમના ફોન ટેપ કરાયા છે તે  ફોન ધારકોના નામ એન  વિગત જણાવવા કેન્દ્ર સરકારને સૂચના આપવા અરજ ગુજારી છે.

ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી વિવાદ પ્રકરણે સુપ્રીમ કોર્ટમાં આ અગાઉ ત્રણ પિટિશન દાખલ થઇ ચુકી છે. આ ચોથી પિટિશન છે. તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(2:02 pm IST)