Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શેરબજારમાં મંગલ-મંગલઃ સેન્સેકસ-નિફટી નવા શિખરે

સેન્સેકસ ૫૩૫૦૦ તથા નિફટી ૧૬૦૦૦ ઉપરઃ રેકોર્ડ સ્તર પર શેરબજારઃ ચોતરફા ખરીદી : બપોરે ૨ વાગ્યે સેન્સેકસ ૫૮૨ તો નિફટી ૧૫૮ પોઈન્ટ અપઃ ઈન્ફોસીસનું માર્કેટકેપ પહેલીવાર ૭ લાખ કરોડ ઉપર

મુંબઈ, તા. ૩ :. એશીયન બજારોમાં ઘટાડો થતા અહીં શેરબજાર આજે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયુ છે. રીયલ્ટી, એફએમસીજી, ફાર્મા અને આઈટી શેરોમાં તેજીને કારણે સેન્સેકસ અને નિફટી નવા શિખરે પહોંચી ગયા છે. સેન્સેકસ ૫૫૦ પોઈન્ટથી ઉપર અને નિફટી ૧૦૦ પોઈન્ટથી ઉપર પહોંચી ગયા છે. નિફટી પહેલીવાર ૧૬૦૦૦ની ઉપર તો સેન્સેકસ ૫૩૫૦૦ ઉપર પહોંચી ગયો છે.

આજે બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૫૮૨ પોઈન્ટ વધીને ૫૩૫૩૨ તથા નિફટી ૧૫૮ પોઈન્ટ વધીને ૧૬૦૪૩ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

કંપનીઓના સારા નાણાકીય પરિણામો, સાનુકુળ આર્થિક આંકડા અને વિદેશો દ્વારા ખરીદીને કારણે બજાર પોઝીટીવ જોવા મળી રહ્યુ છે.

આજે હિન્દુસ્તાન ઓઈલ ૧૭૪, સુવેન લાઈફ ૯૩, જેટીઈકેટી ઈન્ડીયા ૧૩૦, કોસ્મો ૧૩૩૫, સુબ્રોસ ૩૫૦, મંગલમ સિમેન્ટ ૫૨૪, ટાઈટન ૧૮૨૫, એચડીએફસી ૨૫૩૯, ઈન્ડસ બેન્ક ૧૦૧૫, સનફાર્મા. ૭૯૫, અલ્ટ્રા ટેક. ૭૮૦૭, ટાટા સ્ટીલ ૧૪૦૮, એનટીપીસી ૧૧૭, સેન્ટ્રલ બેન્ક ૨૩, મોતીલાલ ૯૦૩, હિન્દુ કન્સ્ટ્ર. ૧૧ ઉપર ટ્રેડ કરે છે.  આજે ઈન્ફોસીસનું માર્કેટકેપ ૭ લાખ કરોડ ઉપર પહોંચી ગયુ છે. દિગ્ગજ શેરો પણ આજે ઉંચકાયા છે.

(3:42 pm IST)