Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેલિફોર્નિયા એર રિસોર્સિસ બોર્ડે કમિટીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અમી રાવલની નિમણુંક : એન્વાયરમેન્ટ જસ્ટિસ એડ્વાઇઝર્સ કમિટીમાં પસંદ કરાયેલા નવા 10 મેમ્બર્સમાં સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા : કેલિફોર્નિયા એર રિસોર્સિસ બોર્ડેની  એન્વાયરમેન્ટ જસ્ટિસ એડ્વાઇઝર્સ કમિટીમાં પસંદ કરાયેલા નવા 10 મેમ્બર્સમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અમી રાવલને સ્થાન અપાયું છે. આથી હવે કમિટીમાં કુલ મેમ્બર્સની સંખ્યા 21 થઇ છે.

20 મેના રોજ, બોર્ડે તેના એક્ઝિક્યુટિવ ઓફિસરને ઇનલેન્ડ ખાડી વિસ્તાર, સેક્રામેન્ટો, સાન ડિએગો, કેલિફોર્નિયાના મૂળ અમેરિકન જનજાતિઓ અને જેઓને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે તેવા વિસ્તારોમાંના પ્રજાજનોમાંથી  વધારાના કમિટી મેમ્બર્સની પસંદગી અને નિમણૂક કરવાની સત્તા આપી હતી.

સુશ્રી રાવલ  ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં એશિયન પેસિફિક એન્વાયર્નમેન્ટલ નેટવર્કમાં નીતિ અને સંશોધન નિર્દેશક છે.તેમણે આ અગાઉ પોલિસી રિસર્ચ ક્ષેત્રે અનુભવ મેળવેલો છે. તેમણે  મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને યુ.સી. બર્કલે યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:29 pm IST)