Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેરળમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત : મહામારી નિષ્ણાંત ડો,રમણ કુટ્ટીનો દાવો

સરકારે કોરોનાની નવી લહેરોની સામે લડવા માટે કોઈ લાંબી રણનીતિ બનાવવી જોઈએ

નવી દિલ્હી :  મહામારી નિષ્ણાંત ડોક્ટર રમણ કુટ્ટીએ જણાવ્યુ કે કેસોમાં ઝડપી વધારો એ વાતનો સૂચક છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ છે અને આપણે તે અંગે સતર્ક રહેવું પડશે. આ સંક્રમિત થનાર લોકોની સંખ્યા ઘણી મોટી છે અને સરકારે કોરોનાની નવી લહેરોની સામે લડવા માટે કોઈ લાંબી રણનીતિ બનાવવી જોઈએ
   કેરળમાં ફરીવાર કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રોજના આવી રહેલા કેસોમાંથી લગભગ 50 ટકા કેસો કેરળમાં નોંધાઈ રહ્યાં છે. તેથી મહામારી વિશેષજ્ઞ અને જાણકારો માની રહ્યાં છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની સંભાવના છે. જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

 

  કેરળમાં બીજી લહેરમાં કેસો ઓછા થયા બાદ જુન-જુલાઈમાં દરરોજના 12,000-14,000 કેસો આવી રહ્યાં છે તો થોડા દિવસોમાં તેની સંખ્યા 20,000 થી વધીને 22,000 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં પોઝિટિવિટી રેટ વધીને 12 ટકા પહોંચી ગયો છે.

(9:21 pm IST)