Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભજનીક હેમંત ચૌહાણ વિરૂધ્ધ શિવ સ્ટુડિયોના સંચાલકની અરજીને આધારે અટકાયતી પગલા

એ-ડિવીઝન પોલીસે ભાવીનભાઇ ખખ્ખરની અરજી પરથી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: ભજન સંગીતની દુનિયામાં આગવું નામ ધરાવતાં ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ એ-ડિવીઝન પોલીસ દ્વારા એ-ડિવીઝન પોલીસે અગાઉની લેખિત ફરિયાદ અરજી અંતર્ગત અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને મામલતદાર સમક્ષ રજૂ કરી જામીન લેવડાવવામાં આવ્યા હતાં.

સ્ટુડિયો શિવના માલિક ભાવિનભાઇ ખખ્ખરે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભજનીક હેમંત ચૌહાણ વિરૂધ્ધ અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા હેમંત ચૌહાણની કથીત ઓડિયો કિલપ વાયરલ થઇ હતી. જેમાં શિવ સ્ટુડિયોના સંચાલકને હેમંત ચૌહાણ દ્વારા માર મારવાની ધમકી આપવામાં આવતી હોવાની વાતચીત હતી. આ અંગે જ્યુબીલી ચોકીના પીએસઆઇ એસ. એચ. નિમાવતે તપાસ કરી હતી અને  નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતાં ભજનીક હેમંતભાઇ રાજાભાઇ ચૌહાણ સામે સીઆરપીસી ૧૦૭, ૧૧૬ (૩) મુજબના અટકાયતી પગલા લીધા હતાં. અગાઉ ૨૦૧૫માં પણ હેમત ચૌહાણ દ્વારા ધમકી અપાઇ હોઇ ત્યારે પણ તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી હેમંત ચૌહાણની અટકાયત કરી પગલા લઇ જામીન લેવડાવતાં તેના ચાહકોમાં પણ ચર્ચા જાગી હતી.

(12:45 pm IST)