Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કિલનીકલ ટ્રાયલમાં ખુલાસો

કોરોનાના ગંભીર દર્દીઓ માટે વરદાન સાબિત થઇ શકે છે સ્ટીરોઇડ : મોતનું જોખમ ઘટે છે

નવી દિલ્હી તા. ૪ : કોરોનાના કારણે ગંભીર રીતે પીડિત દર્દીઓને બચાવવામાં હવે એક મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા કિલનિકલ ટ્રાયલમાં ખુલાસો થયો છે કે સ્ટીરોઈડની મદદથી કોરોનાના ગંભીર દર્દીઓને બચાવી શકાય છે.

૧૭૦૦ દર્દીઓ પર કિલનિકલ ટ્રાયલ કરાયું હતું જેમા સ્ટેરોઈડની અસરકારકતા સામે આવી છે. ડેકસામેથાસોન, હાઈડ્રોકાર્ટિસોન અને મિથાઈલપ્રેડિસોલોન અસરકારક સ્ટીરોઈડ સાબિત થઈ શકે છે. આ દવાઓના ઉપયોગ માટે WHOએ પણ એડવાઈઝરી જાહેર કરી છે કે ફકત ગંભીર દર્દીઓ માટે જ આ દવાઓનો ઉપયોગ કરી શકાશે.

હાલમાં થયેલા એક સંશોધન અનુસાર કોરોનાના કારણે ગંભીર રીતે બીમારી સામે લડી રહેલા દર્દીઓને માટે સ્ટીરોઈડ મદદરૂપ બની શકે છે. દુનિયામાં કોરોનાની વિરુદ્ઘમાં તેનો ઉપયોગ સારવાર માટે કરી શકાશે. તેઓએ કહ્યું કે સ્ટીરોઈડ હવે કોરોનાના ગંભીર દર્દીને માટે પહેલો ઈલાજ છે. અત્યાર સુધી આ દર્દીઓ માટે રેમડિસિવેરનો ઉપયોગ થતો હતો.

WHOએ કહ્યું કે સ્ટીરોઈડની દવાનો પ્રયોગ ૧૭૦૦ દર્દીઓ પર સાત અલગ અલગ રીતે કરાયો હતો. ટ્રાયલમાં જે પરિણામો આવ્યા તેમાં એ વાત સામે આવી છે કે સ્ટીરોઈડની દવાથી કોરોનાના દર્દીઓને મોતનું જોખમ ઘટ્યું છે. ડેકસામેથાસોન, હાઈજ્રોકાર્ટિસોન અને મિથાઈલ પ્રેડિસોલેન જેવા સ્ટીરોઈડ ખાસ કરીને ડોકટર દ્વારા દર્દીના શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા, સોજા અને દર્દને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. સંક્રમણના કારણે થતા મોતને ઘટાડવામાં આ દવાઓ ઉપયોગી બની રહી છે.

(9:45 am IST)