Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઘરવખરી પણ પુરમાં તણાઇ ગઇ

મહારાષ્ટ્રઃ પુરમાં દીકરીના લગ્ન માટે બચાવેલા પૈસા પલળી ગયાઃ રસ્તા પર સુકવવા મજબુર

મુંબઇ, તા.૩: મહારાષ્ટ્રના ભંડારામાં પૂરથી લોકો પરેશાન છે. પરંતુ અહીં રહેતા શ્રમજીવી પરિવાર પર એક અલગ પ્રકારની મુશ્કેલી આવી છે. પુત્રીના લગ્ન માટે એકત્ર કરેલા પૈસા પૂરમાં ભીંજાઈ ગયાં. આગામી મહિને આ મજૂર તેની પુત્રીના લગ્ન કરાવવાનો હતો. હવે આ પરિવારને બચેલા રુપિયાની નોટો રસ્તા પર સુકાવવાની ફરજ પડી છે. જેથી તેમની પુત્રીના લગ્ન થઈ શકે.

પૈસા સિવાય લગ્ન માટે એકત્રિત કરેલો મોટભાગનો સામાન પણ પૂરનાં પાણીમાં વહી ગયો છે. જેના કારણે આ ગરીબ પરિવાર પર ચારે બાજુથી આફત આવી છે. આગામી મહિને પુત્રીના લગ્ન થવાના હતા. બીજ તરફ વિદર્ભમાં વૈણગંગા નદીનું જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.

જોકે હવે ધીરે ધીરે નદીમાં જળસ્તર નીચે ઉતરી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં પૂરના પાણીની અસર થોડી ઓછી થઈ છે. પરંતુ હવે પૂરથી નુકસાનની અનેક ભયાનક તસવીરો બહાર આવી રહ્યા છે. જયારે કોઈનો સામાન બગડે ત્યારે કોઈનું ઘર તૂટી ગયું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

૧૯૯૪ થી ભંડારા અને ગોંડિયા જિલ્લામાં પૂરના કારણે આવી વિનાશ સર્જાયો છે. જિલ્લાના ૬૨ ગામો પર તેની નોંધપાત્ર અસર જોવા મળી છે. લગભગ ૧૮,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જેમને સલામત સ્થળે પરિવહન કરવામાં આવ્યું છે. જિલ્લાના અનેક ઘરો, જેમાં ખેડુતોના ડાંગરનો પાક, અનેક ચીજો આ પૂરથી ત્રાસી ગઇ છે.

પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ માટે એનડીઆરએફની ૪ ટીમોને પુણેથી નાગપુર એરપોર્ટ કરવામાં આવી છે. આ ટીમો નાગપુર અને ચંદ્રપુર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે. ચંદ્રપુરના બ્રહ્મપુરી વિસ્તારના ૫ ગામોમાં વૈણગાંગા નદીનું પાણી ભરાયું છે.

(10:36 am IST)