Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મહિનાઓ બાદ હવે સસ્તું થયું ડીઝલ

આજે ડીઝલની કિંમતમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૩: છેલ્લા દ્યણા મહિનાથી આંતરરાષ્ટ્રીય બજારમા કાચા તેલની કિંમત વધી-ઘટી રહી છે. તેનાથી વિપરીત ઘરેલૂ બજારમા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ન તો વધારો થઈ રહ્યો છે કે ન ઘટાડો. પરંતુ આજે સરકારી તેલ કંપનીઓ એ દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૧૬ પૈસાનો ઘટાડો કર્યો છે. તેની કિંમતોમાં છેલ્લા ૩૨ દિવસમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમતમાં આજે કોઈ ફેરફાર થયો નથી. જોવામાં આવે તો આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય ઇંધણ બજારમાં કોઈ ખાસ ચઢાવ-ઉતાર નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ ૮૨.૦૮ રૂપિયા પર છે તો ડીઝલ ૭૩.૫૬ રૂપિયા પ્રતિ લિટરથી દ્યટીને ૭૩.૪૦ રૂપિયા થઈ ગયું છે.

છેલ્લી ૧૬ ઓગસ્ટથી શરૂ કરીએ તો ચાર દિવસ, એટલે કે બુધવાર ૧૯ ઓગસ્ટ અને ૨૬ ઓગસ્ટ, શનિવાર ૨૯ ઓગસ્ટ, સોમવાર ૩૧ ઓગસ્ટને છોડી દેવામાં આવે તો બાકીના ૧૩ દિવસ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પાછલા પખવાડિયાની શરૂઆતમાં પેટ્રોલની કિંમતમાં આગ લાગવાની શરૂ થઈ, જે મંગળવાર સુધી જારી રહી હતી. જો દિલ્હીની વાત કરવામાં આવે તો ત્યાં છેલ્લા ૧૩ કટકામાં પેટ્રોલ પ્રતિ લીટર ૧.૬૫ પૈસા મોંદ્યુ થઈ ગયું હતું. કાલે પેટ્રોલની કિંમતમાં વધારો થયો નથી.

જુલાઈમાં જોવામાં આવે તો સરકારી તેલ કંપનીઓએ માત્ર ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. આ દરમિયાન ૧૦ કટકે ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. તેનાથી ડીઝલ ૧.૬૦ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ મોંઘુ થઈ ગયું હતું. પેટ્રોલની વાત કરીએ તો તેમાં તે મહિને કોઈ ફેરફાર થયો નહતો.

વૈશ્વિક બજારમાં પાછલા સપ્તાહે માંગ ન હોવાને કારણે કિંમતોમાં કોઈ હલચલ જોવા મળી નથી. પરંતુ આ સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે. કાલે પણ બજાર બંધ થતા સમયે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ ૦.૨૭ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડમાં ૦.૧૪ ડોલરની તેજી જોવા મળી હતી.(૨૩.૯)

શહેરનું નામ પેટ્રોલડીઝલ

દિલ્હી

૮૨.૦૮

૭૩.૪

મુંબઈ

 ૮૮.૭૩

૭૯.૯૪

ચેન્નઈ

 ૮૫.૦૪

૭૮.૭૧

કોલકત્તા

૮૩.૫૭

૭૬.૯

નોઇડા

 ૮૨.૩૬

૭૩.૭૨

રાંચી

 ૮૧.૫૨

૭૭.૬૧

બેંગલુરૂ

૮૪.૭૫

૭૭.૭૧

પટના

 ૮૪.૬૪

૭૮.૫૯

ચંડીગઢ

૭૮.૯૬

૭૩.૦૫

લખનઉ

૮૨.૨૬

૭૩.૬૨

અમદાવાદ

૭૯.૪૧

૭૯.૦૬

(10:38 am IST)