Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સાવધાન... ૨ મીટર દૂરથી ફેલાઇ શકે છે કોરોના

એર ટ્રાંસમિશનને લઇને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, તા.૩: એક ચીની બસમાં કોરોના વાયરસના હવામાં ટ્રાંસમિશનને લઇને કરવામાં આવેલા રિસર્ચમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ રિસર્ચમાં COVID-19ના એવા હવાઇ પ્રસારણને શોધી કાઢ્યું છે જેમાં બસમાં બેઠલ એક વ્યકિત કોરોના સંક્રમિત હતો અને તે બસમાં બેઠેલા બે ડઝનથી વધુ લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હતો. આ રિસર્ચ મંગળવારે પ્રકાશિત થયું છે.

આ રિસર્ચ વાયરસને લઇને નવા પુરાવા રજૂ કરે છે, જેના વિશે દરરોજ નવી જાણકારી સામે આવે છે.

૨ મીટર બાદ પણ ટ્રાંસમિશનમાં સક્ષમ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે વ્યકિત તે લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ હતો જે તેના સંપર્કની સીધી રેખામાં પણ ન હતા.

મહામારીની શરૂઆતમાં, સ્વાસ્થ્ય અધિકારીઓને વિશ્વાસ ન હતો કે વાયરસ હવાઇ હતો, એટલે કે આ વાયરસ હવા દ્વારા સંક્રમક સૂક્ષ્મ બૂંદોને ટ્રાંસમીટ કરી શકે છે. પરંતુ જેમ જેમ પુરાવા સામે આવતા રહ્યા. વૈજ્ઞાનિકોએ પણ પોતાની વાતથી દૂર હટવું પડ્યું.

અમેરિકી મેડિકલ જર્નલ JAMA ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ચીની શહેર Ningbo માં એક બૌદ્ઘ સમારોહમાં ભાગ લેવા બસમાં જઇ રહેલા મુસાફરોને ફકત ૫૦ મિનિટની યાત્રા કરવાની હતી અને બે બસોમાં સવાર હતા. આ સાર્વજનિક સ્થળો પર માસ્ક અનિવાર્ય કર્યું તે પહેલાંની ઘટના છે. 

રિસર્ચકર્તાઓના અનુસાર કોવિડ ૧૯ સંક્રમિત એક રોગીએ બસમાં આ વાયરસ ફેલાવ્યો. આ સમય હતો, જયારે કોરોના વાયરસ પોતાના શરૂઆતી તબકકામાં હતો. પછી તે રોગી વુહાનના લોકોના સંપર્કમાં આવ્યો, જયાં વાયરસે પહેલીવાર ૨૦૧૯માં પોતાનો પ્રક્રોપ બતાવ્યો હતો.

જયારે વૈજ્ઞાનિકોએ આ ઘટના વિશે તપાસ કરી અને બસમાં હાજર દરેક વ્યકિતને શોધ્યા તો ચોંકાવનારી વાત સામે આવી. તેમને જાણવા મળ્યું કે બસમાં બેઠેલા ૬૮ માંથી ૨૩ લોકો વાયરસથી સંક્રમિત હતા.

ઉલ્લેખનીય છે કે વાયરસ તે લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ હતો જે રોગીથી ૧-૨ મીટર (૩-૬)થી વધુ દૂર હતા. જયારે તેને વાયરસના ફેલાતા રોકવા માટે મેકિસમમ પેરામીટર ગણવામાં આવે છે. એટલે કે જે લોકો બસમાં બિલકુલ આગળ અને પાછળ બેઠા હતા તે પણ તેનાથી સંક્રમિત થઇ ગયા. આ ઉપરાંત જે એક યાત્રીએ તમામમાં સંક્રમણ ફેલાવ્યું તેમાં બસમાં બેસી રહેતી વખતે વાયરસના લક્ષણ જોવા મળ્યા ન હતા.

(10:38 am IST)