Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આપઘાત કરનારાઓમાં ૯૦ ટકા પુરૂષ

ખેડૂતોથી વધારે આપઘાત કામદારો કરી રહ્યા છે

નવી દિલ્હી તા. ૩ : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) અનુસાર, ૨૦૧૯માં ૪૨૪૮૦ કામદારો અને ખેડૂતોએ આપઘાત કર્યો જે ગયા વર્ષ કરતા ૬ ટકા વધારે છે. કામદારોના આપઘાતના બનાવો ખેડૂતો કરતા ત્રણ ગણા વધારે છે. ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોના આપઘાતની ઘટનાઓમાં એક ટકાનો ઘટાડો થયો છે તો કામદારોના આપઘાતના બનાવોમાં ૮ ટકાનો વધારો થયો છે.

એનસીઆરબી અનુસાર, ૨૦૧૯માં ૧૦૨૮૧ ખેડૂતોએ આપઘાત કર્યો, ૨૦૧૮માં આ આંકડો ૧૦૩૫૭ હતો. તો રોજમદાર મજૂરોની આત્મહત્યાના બનાવો એ દરમિયાન ૩૦૧૩૨થી વધીને ૩૨૫૬૩ સુધી પહોંચ્યા હતા. આત્મહત્યાની કુલ ઘટનાઓમાં ૭.૪ ટકા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. ૨૦૧૯માં ૫૯૫૭ ખેડૂતો અને ૪૩૨૪ ખેત મજૂરોએ આર્થિક તંગી અને અન્ય કારણોસર પોતાના જીવ ગુમાવ્યા હતા.

૨૦૧૯માં આપઘાત કરનારા ખેડૂતોમાં ૯૦ ટકા (૫૫૬૩) પુરૂષો અને ૩૯૪ મહિલાઓ હતી. તો આત્મહત્યા કરનારા ખેતમજૂરોમાં ૮૬ ટકા પુરૂષો અને ૧ ટકો મહિલાઓ હતી.

(10:42 am IST)