Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકાને મળશે કોરોના રસી?

ટ્રમ્પ સરકારે અમેરિકી રાજયોને ૧ નવેમ્બરથી રસીના વિતરણ માટે તૈયાર રહેવાની અપીલ કરી

વોશિંગ્ટન તા. ૩ :.. અમેરિકામાં કોરોનાની રસી નિર્માણ કરવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલુ છે, જો કે તેના વિતરણ અંગે પણ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અમેરિકી રાજયોને ૧નવેમ્બરથી કોરોના વેકસીનના વિતરણ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રપ પ્રશાસને અમેરિકી રાજયોને રાષ્ટ્રપતિ ચૂંટણીના બે દિવસ પહેલા એટલે કે ૧ નવેમ્બર સુધી સંભવિત કોવિડ-૧૯ વેકસીન વિતરણ કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ૩ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે.

ડલાસ બેસ્ડ વ્હોલસેરલ મૈકકેસન કોપની પાસે સંધીય સરકારની સાથે એક કરાર છે અને તે કોરોનાની વેકસીન ઉપલબ્ધ થવા પર વિતરણ કેન્દ્ર સ્થાપિત કરવા માટે પરમિટનો અનુરોધ કરશે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના નિર્દેશ રોબર્ટ રેડફીલ્ડે ર૭ ઓગષ્ટે પત્રમાં કહયું, આ પરમિટોને પ્રાપ્ત કરવા માટે આ સમયે એક નોર્મલ સમયની જરૂરીયાત છે કે જે તત્કાલ  સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતા માટે તે એક મહત્વપૂર્ણ વાત છે. પત્રમાં વધુ ઉમેરવામાં આવ્યું છે કે સીડીસી આ કોરોના વેકસીનના વિતરણ સુવિધાઓ માટે અરજીનાં લાવવાના તમારી સહાયતાની માંગ કરે છે.

સીડીસી અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની એક સલાહકાર સમિતિ એક રેકિંગ વ્યવસ્થા પર કામ કરી રહી છે જેના હેઠળ વરીયતાના આધાર પર વેકસીન આપવામાં આવશે.

દસ્તાવેજો મુજબ પ્રાપ્તકર્તાએ પહેલા ડોઝના કેટલાક સપ્તાહ બાદ બીજી 'વુસ્ટર' બુરાકની જરૂરીયાત હશે. તેમાં તે પણ કહેવામાં  આવ્યું છેકે વેકસીન અને સહાયક આપૂર્તિ સંધીય સરકાર દ્વારા નામાંકીત કોવીડ-૧૯ ટીકાકરણ પ્રદાતાઓને કોઇપણ ખર્ચ પર ખરીદી અને વિતરણ કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ મંજૂરી મળ્યા બાદ વેકસીન સૌથી પહેલા ચિકિત્સા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓને અપાશે. ત્યારબાદ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કારીગરોને વેકસીન આપવામાં  આવશે જેને કોરોના મહામારીથી વધુ ખતરો રહેલો છે. ત્યારબાદ વૃધ્ધો અને અન્ય લોકોને વેકસીન લગાવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વેકસીન બનાવાની રેસમાં ત્રણ કંપનીઓ આગળ ચાલી રહી છે. ત્રણ દવા નિર્માતા તેમના વેકસીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં છે જેમાં હજારો વોલિયન્ટીયર્સ પર ટ્રાયલ થઇ રહયું છે.

(11:32 am IST)