Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભારતની એક કંપની રાતમાં ૯ કલાક સુવાના આપશે અધધ રૂ. ૧ લાખ

કોરોના કાળમાં લોકોની નોકરી જઇ રહી છે તેવામાં આ કંપની ઉંઘવાના રૂપિયા આપી રહી છે

બેગ્લોર,તા.૩: કોરોના કાળમાં હાલમાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને કંપનીઓ કર્મચારીઓનો પગાર કાપ કરી રહી છે. તેવામાં એક કંપની એવી છે તે ઊંદ્યવાના રૂપિયા આપશે. આ કંપની ૨૦૧૯મા પણ પોતાની આ જ ખાસીયતને લઈને ચર્ચામાં આવી હતી. બેંગાલુરૂની વેકફિટ કંપની આ વર્ષે પણ આવી જ ઓફર લઈને આવી છે. આ કંપની તમને ૧૦૦ દિવસ સુધી ૯ કલાક ઊંદ્યવાના એક લાખ રૂપિયા આપશે.

૨૦૧૯મા મેટ્રેસ બનાવતી કંપની એક અનોખી સ્કીમ લઈને આવી હતી. જેમાં વ્યકિતએ ૧૦૦ દિવસ સુધી ૯ કલાક ઊંદ્યવાનું રહેશે. કંપની ફકત ઊંઘવા માટે જ તે વ્યકિતને રૂપિયા ૧ લાખ આપશે. કંપની આ વર્ષે પણ આવી જ ઓફર લઈને આવી છે. એટલે કે કંપની ૧૦૦ દિવસ ૯ કલાક ઊંદ્યવા માટે વ્યકિતને એક લાખ રૂપિયા આપશે.

ઘણા લોકોને આ કામ એકદમ સરળ લાગતું હે પરંતુ આ વાત જેટલી લાગે છે તેટલી સરળ નથી. આ કંપનીમાં ઈન્ટર્નશિપ કરવા માટે તમારે સૌથી પહેલા તો કંપનીના બોસને એક ખાતરી અપાવવી પડશે. તમારે બોસને ખાતરી અપાવવી પડશે કે ઊંઘવું એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા છે અને તેથી જ તેઓ ઊંઘવાને ઘણો પ્રેમ કરે છે તથા ઈન્ટર્નશિપ માટે યોગ્ય ઉમેદવાર છો.

ગત વર્ષે આ ઈન્ટર્નશિપ દ્યણી જ સફળ રહી હતી. કંપનીએ જાહેરાત આપ્યા બાદ ૧.૭ લાખ અરજીઓ આવી હતી. જોકે, તેમાંથી ૨૩ લોકો જ આ ઈન્ટર્નશિપ માટે પસંદગી પામ્યા હતા. કંપનીએ પોતાની વેબસાઈટ પર ૨૦૨૧ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ લોકોને આ ઈન્ટર્નશિપ માટે અરજી કરવાનું કહ્યું છે.આ ઈન્ટર્નશિપ દ્વારા કંપનીનો હેતું ઊંઘ પ્રત્યેક લોકોની માનસિકતા બદલાવનો છે અને તે દેખાડવાનો છે કે ઊંદ્ય કેવી રીતે સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને તે કેટલી પ્રોડકિટવ છે. કંપની આ માટે પ્રત્યેક ઈન્ટર્નને ખાસ ગાદલા આપશે અને તેઓ ૧૦૦ દિવસ સુધી પ્રત્યેક દિવસે ઊંઘની પેટર્નને ટ્રેક કરશે. કંપની બાદમાં ઈન્ટર્નને સ્લીપ ટ્રેકર્સ આપશે. જોકે, રૂપિયા એવા લોકોને જ મળશે તેઓ ઈન્ટર્નશિપ પૂરી કરશે.

(11:34 am IST)