Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ખાસ કારણ વગર કોઈ ૧૨.૫ કરોડ જતા ન કરેઃ શ્રીનિવાસન મારા પિતા સમાનઃ રૈના

નવી દિલ્હીઃ સુરેશ રૈનાએ કહ્યું કે આઈપીએલમાંથી બહાર થઈ જવાનો મારો અંગત નિર્ણય હતો. કારણ કે મારા ઘરમાં એવું હતું કે તેના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી હતું. સીએસકે અને મારી વચ્ચે કોઈ ડખ્ખો નથી. ખાસ કારણ વગર કોઈ રૂ.૧૨.૫ કરોડ થોડા છોડી શકે.

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને કરેલ ટીપ્પણી અંગે રૈનાએ કહ્યું કે શ્રીનિવાસન તો  મારા પિતા સમાન છે. એક પિતાને તેના પુત્ર ઉપર ગુસ્સે થવાનો પુરો હકક છે. જયારે તેઓએ મારા ઉપર ગુસ્સો ઠાલવ્યો ત્યારે તેઓ મારા આઈપીએલમાંથી નિકળવાના કારણથી અજાણ હતા.

(11:34 am IST)