Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આંધ્રનો 'ભાષા' પશ્ન વધુ વિવાદ સર્જે છેઃ સુપ્રિમની નોટીસ

આંધપ્રદેશ હાઇકોર્ટ આંધ્ર સરકારના એક આદેશને રદબાતલ જાહેર કર્યો છે. આંધ્ર સરકાર દ્વારા રાજયની સ્કુલોમાં તેલુગુને બદલે અંગ્રેજી ભાષાને ભણતરનું માધ્યમ બનાવવાનો પરિપત્ર જાહેર કરેલ. જેને આંધ્ર હાઇકોર્ટે રદ કરેલ. આ બાબતે સુપ્રિમકોેર્ટે એક રીટ પીટીશનના આધારે નોટીસ કાઢી છે.

સરકારી સ્કુલોમાં તેલુગુના બદલે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાના નિર્ણયનો આંધ્ર સરકારે બચાવ કર્યો હતો.

આંધ્ર પ્રદેશના સીનીયર ધારાશાસ્ત્રી કે.વી. વિશ્વનાથને કહેલ કે અંગ્રેજી વિના આપણે એક ટાપુુ ઉપર ફસાયેલા માનવ જેવી સ્થિતિમાં મૂકાઇ જશું. હું આ કોર્ટમાં સંબોધન પણ (અંગ્રેજી વિના) કરી શકયો ન હોત.

(12:46 pm IST)