Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

નોટબંધી ગરીબ - ખેડૂત - મજૂર પર આક્રમણ હતું

રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર તેમનો વીડિયો શ્રેણીનો બીજો ભાગ કર્યો જાહેર : નોટબંધીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી અને તેને ગરીબો વિરૂધ્ધનો નિર્ણય બતાવ્યો

નવી દિલ્હી તા. ૩ : અર્થવ્યવસ્થાના મોરચામાં ઘેરાયેલી મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા પ્રહાર ચાલુ છે. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાનો વીડિયો શ્રેણીનો બીજો ભાગ આજે જાહેર કર્યો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી અને તેને ગરીબો વિરુદ્ઘનો નિર્ણય બતાવ્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કેઙ્ગનોટબંધીઙ્ગભારતના ગરીબ-ખેડૂત-મજદૂર પર આક્રમણ હતું. ૮ નવેમ્બરની રાતે ૮ વાગ્યે પીએમ મોદીએ ૫૦૦-૧૦૦૦ નોટ બંધ કરી દીધી, ત્યાર બાદ દેશ આખો બેંકની સામે જઇ ઉભો રહી ગયો. રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તેનાથી કાળુ નાણું ઘટ્યું? શું લોકોને તેનાથી ફાયદો થયો? બંનેનો જવાબ ના છે.ઙ્ગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નોટબંધીથી માત્રને માત્ર ધનવાનોને ફાયદો થયો, તમારા રૂપિયા ઘરમાંથી નીકાળીને તેનો પ્રયોગ પૈસાદારોનું લોન માફ કરવામાં આવી.

રાહુલ ગાંધીએ કહ્યું કે બીજો હેતુ હતો તે જમીન પચાવી પાડવાનો હતો. દેશનું અસંગઠિત ક્ષેત્ર રોકડ પર કામ કરે છે, નોટબંધીથી કેસલેસ ઇંડિયા ઇચ્છતા હતા, જો આવું થશે તો આ ક્ષેત્ર જ પુરૂ થઇ જશે. એટલા માટે આ કારણે ખેડૂત, મજદૂર, નાના વેપારીઓને તેનાથી નુકસાન થયું.ઙ્ગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નાના વેપારીઓ રોકડ વગર ન જીવી શકે. આપણે નોટબંધીના આ આક્રમણને ઓળખવું પડશે અને દેશની જનતાએ તેના સામે લડવું પડશે.ઙ્ગ

રાહુલ ગાંધીએ આ પહેલા ૩૧ ઓગસ્ટના રોજ આ શ્રેણીનો પહેલો ભાગ જાહેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર જાણી જોઇને અસંગઠિત ક્ષેત્રની અર્થવ્યવસ્થાને બરબાદ કરવામાં લાગી છે.

(12:47 pm IST)