Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હેટ સ્પીચના વિવાદ વચ્ચે ફેસબુકે ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહ સામે કાર્યવાહી કરી

નફરત અને હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રી પર ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરવા પર પ્રતિબંધ

નવી દિલ્હી : હેટ સ્પીચ કેસમાં ભાજપના નેતાઓ સામે કાર્યવાહી નહીં કરવાના આક્ષેપોમાં ફેસબુકે ભાજપનાં ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે. ફેસબુકે તેલંગાણાથી ભાજપનાં ધારાસભ્ય ટી રાજા સિંહને પ્રતિબંધિત કરી દીધા છે. ભાજપ નેતા પર નફરત અને હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રી પર ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફેસબુકનાં પ્રવક્તાએ આ માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએસજે દ્વારા ભારતમાં શાસક પક્ષની તરફેણમાં કથિત પક્ષપાત થયાના સમાચાર બાદ ફેસબુકે અગાઉ ભાજપનાં નેતા રાજા સિંહની કેટલીક પોસ્ટ્સ હટાવી દીધી હતી. રાજા સિંહ ફેસબુક કન્ટેન્ટ પોલિસીને લઈને વિવાદનાં કેન્દ્રમાં છે. ભાજપ નેતાએ એવો દાવો પણ કર્યો હતો કે, 2018 માં તેમનું ઓફિશિયલ એકાઉન્ટ 'હેક અને બ્લોક' થઈ ગયું હતું.

બુધવારે ભારતનાં ફેસબુકનાં વડા અજિત મોહનને સંસદીય પેનલ દ્વારા સમન્સ અપાયું હતું. જે બાદ તેમની લગભગ બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમા ભાજપ અને કોંગ્રેસ પક્ષનાં બંને પેનલનાં સભ્યોએ સોશ્યલ મીડિયાનાં દિગ્ગજોએ તેમના પર જોડાણ અને પ્રભાવ પાડવાનો આરોપ લગાવ્યો હતો. કંપનીએ આ આરોપોને નકારી કાઠ્યા હતા. ડબ્લ્યુએસજે એ અગાઉ ફેસબુકનાં અંદરનાં સુત્રોની સાથે મુલાકાતનો દાવો કરતા કહ્યુ હતુ કે, કંપનીનાં એક વરિષ્ઠ ભારતીય નીતિ અધિકારીઓમાંથી એક એ ભાજપનાં ધારાસભ્યને તેલંગાણાનાં કથિત સાંપ્રદાયિક તથ્યોને લઇને બૈન કરવા પર રોક લગાવી દીધી હતી.

(12:52 pm IST)