Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

નવા ઓર્ડર મેળવવાની હોડમાં એમેઝોને ઝાડવે ટીંગાડયા સ્માર્ટફોન

શિકાગો : એમેઝોનના કોન્ટ્રાકટ ડીલીવરી ડ્રાઇવરોએ નવા ઓર્ડર મેળવવા હવે નવા નુસ્ખા અજમાવ્યા છે. ડીલીવરી સ્ટેશનો અને હોલ ફુડસ સ્ટોર્સ બહાર આવેલ વૃક્ષો પર સ્માર્ટફોન લટકાવવામાં આવી રહ્યા છે. આ વૃક્ષો પર લટકાતા ડીવાઇસથી પોતાનો સ્માર્ટફોન પસંદ કરી ઓર્ડરની ઇંતેજારી કરવામાં આવે છે. જો કે એમેઝોનની ડીસ્પેચ સીસ્ટમ પીકઅપ લોકેશનની સૌથી નજીકના ડ્રાઇવરને જ પસંદ કરે છે.

(2:45 pm IST)