Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રેલ્વે ટ્રેકને અડીને આવેલ ૪૮ હજાર ઝુપડાઓ દુર કરવા સુપ્રિમનો આદેશ

સુપ્રિમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપી દિલ્હીમાં રેલ્વે ટ્રેકની તદન નજીક ઉભી થઇ ગયેલ ઝુપડ પટ્ટીના ૪૮ હજાર ઝૂપડા ૩ મહિનામાં દુર કરવા આદેશ આપ્યો છે. જસ્ટીસ અરૃણ શર્માએ નિવૃતિના દિવસે આપેલા ચૂકાદાઓ માહેના આ ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે કોઇપણ પ્રકારના રાજકીય કે બીજા અવરોધો, આ ઝૂપડપટ્ટી હટાવવામાં, નહિ  કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

સુપ્રિમકોર્ટે રેલ્વે ટ્રેક પાસે ઉભા કરાયેલ આ ગેર કાનૂની ઝુપડપટ્ટી દુર કરવા સામે કોઇપણ અદાલતે આપેલ મનાઇ હુકમો એક જ ઝાટકે ફગાવી, નકામા કરી દીધા છે.

દિલ્હીમાં ૧૪૦ કી.મી.ના રેલ્વે ટ્રેક ઉપર જબરજસ્ત ઝૂપડપટ્ટીઓ સર્જાઇ ગયાનું રેલ્વે વર્ર્તૂળોએ જણાવ્યુ હતુ. આમાંથી ૭૦ કી.મી.ના ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેકની સાવ નજીકમાં મોટાપાયે ઝુપડપટ્ટીઓ ખડકાઇ ગઇ છે.

રેલ્વે ટ્રેકની બાજુમાં ખડકાઇ ગયેલ પ્લાસ્ટીક વેસ્ટ, કચરાના ઢગલાઓ તુરત હટાવી દેવાનો પણ રેલ્વે સત્તાધીશોને સુપ્રિમે આદેશ આપ્યો છે અને ખાસ ટાસ્ક ફોર્સ રચવા કહ્યું છે.

(3:46 pm IST)