Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ અને શહેરના મહિલા અગ્રણીઓનો છેદ ઉડાડવા પાછળ કોનું ભેજુ ?

મહત્વના હોદ્દેદારોને દુર રખાયાનો કોંગી કાર્યકરોમાં ગણગણાટ

રાજકોટ તા. ૩ : આજે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો કોંગ્રેસમાં પ્રવેશ થતો હતો ત્યારે આવી મહત્વની પત્રકાર પરિષદમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તથા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળા જેવા મહિલા આગેવાનોની ગેરહાજરી જોવા મળતા ઉપસ્થિત કોંગી આગેવાનોમાં કચવાટ જોવા મળ્યો હતો.

આ તકે કેટલાક કોંગી નેતાઓમાં એવો ગણગણાટ હતો કે, જ્યારે મહિલા કોર્પોરેટરનો કોંગ્રેસમાં પ્રવેશ થતો હોય ત્યારે મહત્વનો હોદ્દો ધરાવતા મહિલા આગેવાનો જ પત્રકાર પરિષદમાં હાજર નહતા. શું તેઓને આમંત્રણ અપાયું ન હતું ? કે પછી કોઇએ જાણી જોઇને ક્ષત્રિય મહિલા આગેવાનોને પત્રકાર પરિષદથી દુર રાખવા ખેલ પાડયો ? આની પાછળ કોનું ભેજું હોઇ શકે ? તેવી અટકળો અને ગણગણાટ કોંગી આગેવાનોમાં થતો હતો.

(3:50 pm IST)