Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોરેટોરિયમનો સમય ૨ વર્ષ સુધી વધારી શકાશે પણ વ્યાજ માફ કરવાથી બેન્કોની સ્થિતિ બગડશે

સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ ઉપર સુનાવણી ચાલુ છે : મોરેટોરિયમમાં ગ્રાહક પાસેથી વ્યાજ વસુલવું ગલત છેઃ આવનારા સમયમાં એનપીએ વધશેઃ ક્રેડાઈનો સ્પષ્ટ મતઃ થિયેટર, બાર, ફૂડ કોર્ટ બધુ બંધ છે અમે કમાઈએ કેવી રીતે ? કર્મચારીને પગાર કેમ આપીશું? શોપીંગ સેન્ટર એસો. : બાકી રહેલ હપ્તાનું વ્યાજ માફ નહિ કરી શકાય, પણ ચૂકવણા માટેનું દબાણ ઓછું કરી દેશુંઃ કેન્દ્ર સરકારવતી સોલીસીટર જનરલ તુષાર મહેતા

લોન મોરેટોરિયમ ઉપર સુપ્રિમમાં સુનાવણી ચાલુ સરકારે સુપ્રિમમાં કહ્યું કે બાકી હપ્તાઓનું વ્યાજ માફ કરી ન શકાય. પરંતુ પેમેન્ટનું દબાણ હળવુ કરી દેશે.

મોરેટોરીયમમાં વ્યાજ માફી ઉપર ૨ મોટી દલીલો થઇ હતી. (૧) મોરેટોરિયમમાં ગ્રાહકો પાસેથી વ્યાજ વસુલવુ યોગ્ય નથી, ગલત છે. તેનાથી આવનારા સમયમાં નોન પરફોમીંગ એસેટસ (એનપીએ) વધી શકે છે. તેમ રિયલ એસ્ટેટ ડેવલપર્સ સંગઠન કેડાઇ કહે છે. શોપીંગ સેન્ટર્સ એેસોસીએશન ઓફ ઇન્ડિયા કહે છે કે કોરોનાને લીધે લોકોને મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. થિયેટર, બાર, ફુડ કોર્ટ બંધ છે. અમે કેવી રીતે કમાણી કરીએ ? અને કર્મચારીઓને પગાર કેમ આાપી શકીશું ?

સરકારનો જવાબ એવો રહયો કે મોરેેટોરીયમનો સમય ૨ વર્ષ સુધી વધારી શકાય છે. પરંતુ વ્યાજ માફ કરવાથી બેન્કોની સ્થિતિ બગડશે.

રીઝર્વ બેન્કે લોકડાઉનના કારણે લોનના હપ્તા છ મહિના નહિ ભરવાની છુટ આપી હતી. જે ઓગષ્ટમાં પુરી થઇ ગઇ છે. હવે ગ્રાહક આ છુટનો સમય વધારવા અને હપ્તા ઉપરનું વ્યાજ માફ કરવા સુપ્રિમ પાસે માગણી કરી રહેલ છે.

(4:02 pm IST)