Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોંગ્રેસ અસરકારક વિપક્ષની ભૂમિકા નિભાવવામાં કેમ અસમર્થ છેઃ ચવ્હાણ

પૃથ્વીરાજ ચવ્હાણે ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ અંગે સવાલો ઉભા કર્યા છે

મુંબઇ, તા.૩: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ અંગે સવાલો ઉભા કર્યા છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાં છે, ચીન સાથે દરરોજ અથડામણ થવાના અહેવાલો છે, ઉપરાંત અન્ય દ્યણા મહત્વના મુદ્દાઓ છે. આ બધા હોવા છતાં, કોંગ્રેસ અસરકારક વિપક્ષની ભૂમિકા નિભાવવામાં સમર્થ નથી, કારણ કે પાર્ટી પાસે પૂર્ણ-સમય પ્રમુખ નથી.

તમને જણાવી દઈએ કે, ૭ ઓગસ્ટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. આમાં, દ્યણા સભ્યોએ તેમના પર હસ્તાક્ષર કર્યા હતા અને પાર્ટી માટે સંપૂર્ણ સમય, સક્રિય અને કાયમ હાજર પ્રમુખ બનવાની માંગ કરી હતી. પૃથ્વીરાજ ચવ્હાણ તે સભ્યોમાંથી એક છે.

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, '૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા આકસ્મિક પ્રમુખ પદ છોડ્યું હતું. તેમનું પ્રમુખ પદ છોડવાની ગેરલાભ એ હતી કે પાર્ટી લોકસભાની ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરી શકે નહીં. કારણ કે ત્યારે અમારી પાસે નેતૃત્વ નહોતું. પાછળથી, સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા, પરંતુ તેમના સ્વાસ્થ્યને જોતા, તે અપેક્ષા રાખી શકાય તેમ ના હતું.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ' જોકે અમે દ્યણા રાજયોમાં સરકાર બનાવવામાં સફળ થયા હતા, પરંતુ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં સરકાર બચાવી શકયા નહીં. તેથી જ આપણે વિચાર્યું હતું કે પાર્ટીને સંપૂર્ણ સમયના નેતૃત્વની જરૂર છે અને તેથી તે પોતાનો મુદ્દો રાખે છે.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે તેમના જેવા કેટલાક નેતાઓ સોનિયા ગાંધીને મળવા માંગે છે. પરંતુ તેમને કોંગ્રેસ અધ્યક્ષને મળવાનો સમય આપવામાં આવ્યો ન હતો. તેથી, તેમણે એક પત્ર લખીને તેની સામે મૂકયો. તેમણે કહ્યું કે આ પત્રને ગાંધી પરિવાર વિરોધી પ્રચાર ગણવામાં આવ્યો હતો.  અમે ગાંધી પરિવારથી અલગ પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ નહોતી કરી.

ચવ્હાણે કહ્યું, 'જો રાહુલ ગાંધી જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય, તો આનાથી વધુ કશું સારું હોઇ શકે નહીં. પરંતુ તેઓ હમણાં આવું કરવા માંગતા નથી. સ્વાસ્થ્ય સમસ્યાને કારણે સોનિયા ગાંધી પોતાને પૂરો સમય આપી શકતા નથી. તેથી જ અમે વર્કિંગ પાર્લામેન્ટ બોર્ડની માંગ કરી હતી, જે છેલ્લા દ્યણા વર્ષોથી નથી. આમાં શું ખોટું છે?

તેમણે કહ્યું, 'અમને આશા છે કે આ પત્ર અંગે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પરંતુ આ બેઠકમાં પત્ર પર હસ્તાક્ષર કરનારા માત્ર ચાર નેતાઓને બોલાવવામાં આવ્યા હતા અને આ પત્ર અંગે ચર્ચા થઈ શકી નથી. અમને આશા છે કે પત્ર લખાયા પછી તેની ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવશે, પરંતુ અમારા પર દ્યણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મોટાભાગના નેતાઓએ પત્ર વાંચ્યા વિના અમારા પર પ્રહાર  કર્યો.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી અસ્થાયી રૂપે વચગાળાના પ્રમુખ તરીકે ચાલુ રહેશે. પરંતુ હું રાહુલ ગાંધીને પ્રમુખ દ સ્વીકારવાની અપીલ કરીશ અથવા પાર્ટી કોંગ્રેસના નવા પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે.

(4:11 pm IST)