Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકોટમાં કોરોનાનો તાંડવ યથાવત: સાંજે વધુ 34 આજે કુલ 86 રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ 3479 કેસ નોંધાયા : આજે 29 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ: શહેરમાં કોરોના કેસનો કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સાંજે વધુ 34 અને બપોરે 52 કેસ નોંધાતા આજનો કુલ આંક 86એ પહોંચ્યો છે.

  મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૩૪  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.

*કુલ કેસ –૩૪૭૯*

*સારવાર હેઠળ - ૧૫૬૨*

*આજના ડિસ્ચાર્જ - ૨૯*

(8:01 pm IST)