Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ચીન અને પાકિસ્તાન તરફથી સર્જાય રહેલ ગંભીર સ્થિતિ અંગે ચેતવણી આપતા જનરલ બીપીન રાવત : સરહદ ઉપર શાંતિ સ્થાપવા વાટાઘાટોના ટેબલ ઉપર આવવા ભારતની હાકલ

નવી દિલ્હી : ભારતની ત્રણે લશ્કરી પાંખના વડા જનરલ રાવતે કહ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ સરહદો ઉપર ભારત સામૂહિક ધમકીનો સામનો કરી રહેલ છે અને આ બાબત આપણા સંરક્ષણ પ્લાનિંગમાં ધ્યાને લેવી જરૂરી છે.

જનરલ રાવતે કહ્યું કે થોડા સમય પૂર્વે ચીન તરફથી આક્રમક પગલાઓ આપણે જોયા, પરંતુ તેને પહોંચી વળવા આપણે પુરા સક્ષમ છીએ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતે વધુમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ગરબડો સર્જવા માટે પાકિસ્તાને તેમની ભૂમિ ઉપરથી ત્રાસવાદીઓને શસ્ત્રો આપીને પ્રોક્સી વોર આદર્યું છે.

આપણે મજબૂત રીતે ચીનને કહ્યું છે કે તેઓ ગંભીરતાપૂર્વક ભારત સાથે વાતચીત કરી સરહદ ઉપર પુનઃ શાંતિ સ્થાપવા માટે સંપૂર્ણપણે હટી જવું જોઈએ, તેમ દેશના વિદેશ ખાતાએ જણાવ્યું છે.

જનરલ રાવતે આગળ ઉપર કહ્યું હતું કે પાકિસ્તાનને ચીન તરફથી આર્થિક સહાય અને લશ્કરી તથા રાજદ્વારી મદદ મળતી રહે છે તેથી આપણને હાઇ લેવલની તૈયારીઓ કરવાની ફરજ પડી છે.

જનરલ બીપીન રાવતે વધુમાં એમ પણ કહ્યું હતું કે ઉત્તરીય સરહદો ઉપર કોઈપણ ગંભીર સ્થિતિ સર્જાય તો તેનો પાકિસ્તાન લાભ લઇ આપણા માટે મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે.

(8:04 pm IST)