Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

" બેડ બોય બિલિયોનર્સ " ઉપર બિહાર કોર્ટનો સ્ટે : નેટફ્લિક્સ દ્વારા પ્રસારિત થવાની હતી : વિજય માલીયા ,રામલિંગા રાજુ , નીરવ મોદી અને સહારા ગ્રુપના સુબ્રતો રોય ઉપર આધારિત સિરિયલથી રોયની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાની ભીતિ

મુંબઈ : ભારતના 4 મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ ફ્રોડના આરોપમાં સંડોવાયેલા છે તેમના ઉપર આધારિત સીરીઅલ " બેડ બોય બિલિયોનર્સ " ઉપર બિહારની અરરિયા ડીસ્ટ્રીકટ કોર્ટએ સ્ટે આપ્યો છે.
લીકવીર કિંગ વિજય માલીયા , સત્યમ કમ્પ્યુટર સર્વિસિસના સ્થાપક અને પૂર્વ વડા રામલિંગા રાજુ ,  ઝવેરી  નીરવ મોદી તથા સહારા ગ્રુપના સુબ્રતો રોય ઉપર આધારિત  આ સીરીઅલ નેટફ્લિક્સ દ્વારા પ્રસારિત થવાની હતી
પરંતુ સહારા ગ્રુપ દ્વારા કરાયેલી અરજી મુજબ આ સીરિયલના પ્રસારણથી સહારા ગ્રુપના સુબ્રતો રોયની  પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકવાની ભીતિ છે.
જોકે નામદાર કોર્ટએ આપેલા સ્ટે ની વિગત લોકો માટે દર્શાવાઈ નથી.પરંતુ તેમાં હાલની તકે આ સીરીઅલ રોકી દેવા જણાવાયું છે.તેમજ તેમાં સગીરોના જાતીય મામલા અંગે ટીકા કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)