Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમેરિકામાં પોલીસ ગોળીબારથી વધુ એક અશ્વેત વ્યક્તિનું મોત : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી સાયકલ ઉપર જઇ રહેલા ડીજોન કીજી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા પોલીસ ગોળીબારથી મોત નીપજ્યું : લોસ એંજલસમાં વાતાવરણ તંગ

લોસ એંજલ્સ : અમેરિકામાં અશ્વેત વ્યક્તિ ઉપર પોલીસ ગોળીબારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જે મુજબ સાયકલ ઉપર જઇ રહેલા ડીજોન કીજી નામક અશ્વેત વ્યક્તિ ઉપર પોલીસે ગોળીબાર કરતા તેનું મોત નીપજ્યું છે.જેના પરિણામે   લોસ એંજલસમાં વાતાવરણ તંગ બની જવા પામ્યું છે.તેવું સમાચા સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ડીજોન ટ્રાફિક નિયમનો ભંગ કરી જઈ રહ્યો હોવાથી પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી.જેથી તેણે પોલીસને મુક્કો મારી દીધો હતો.અને પોતે ગબડી પડ્યો હતો.તે દરમિયાન તેના ખિસ્સામાંથી રિવોલ્વર પડી ગઈ હતી.તેથી પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતા તેનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિસ્કોસીનના કેશોનામાં અશ્વેત વ્યક્તિ જેકબ બ્લેક ઉપર પોલીસ ગોળીબારનો કિસ્સો તાજો જ છે.તથા તેના કારણે હજુ પણ વાતાવરણ તંગ છે.તેમજ ત્યાર પહેલા જ્યોર્જ ફ્લોયડ નામક અશ્વેત યુવાનનું પોલીસ દમનથી મૃત્યુ થયું હતું.તેવા સંજોગોમાં અશ્વેતો ઉપર પોલીસ દ્વારા થઇ રહેલા ગોળીબારે વાતાવરણને તંગ બનાવી દીધું છે.જે આગામી નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીના પરિણામો ઉપર અસર કરી શકે છે.તેવું જાણવા મળે છે.

(8:53 pm IST)