Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દેશના વિમાની મથકોના સંચાલનમાં મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના આગમનથી દેશને એક નવું પરિવર્તનશીલ પ્લેટફોર્મ મળ્યું છે

અદાણી ગ્રૂપના ચેરમેન અદાણીએ મુંબઇ એરપોર્ટના સંચાલન માટેનો કંટ્રોલિંગ હિસ્સો મેળવતા આપેલ પ્રતિક્રિયા : ૨૧મી સદી ના ટોચના પાંચ વૈશ્વિક મહાનગરોમાં મુંબઈ પણ આગળ ધપી રહ્યું છે.

મુંબઇ : દેશના ટોચના ઉદ્યોગપતિ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ આજે મુંબઇ એરપોર્ટના સંચાલન માટે કંટ્રોલિંગ હિસ્સો મેળવવાની સાથે તેમણે વર્લ્ડ કલાસ એરપોર્ટના નિર્માણ માટે જીવીકે ગ્રૂપની પ્રશંસા કરવાની સાથો સાથ  પ્રતિક્રિયા આપતા જણાવો કે નવી મુંબઇ ઇન્ટરનેશનલ ઐરપોર્ટનો ઉમેરો થતા આ દિશામાં એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

         આપણાં હાલનાં વિમાનમથકોના પોર્ટફોલિયોમાં મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉમેરાએ આપણને એક પરિવર્તનશીલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે આપણા બી 2 બી વ્યવસાયો માટે વ્યૂહાત્મક જોડાણો પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે. આ એક્વિઝિશન થકી અમે નવાં આયોજનો કરીને અમારા ગ્રાહક-આધારને સારી સેવા આપી શકીશું અને અમારા બી 2 સી અને બી 2 બી વ્યવસાયિક મોડલ્સને પણ પરસ્પર જોડી શકીશું.

           મધ્યમથી લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોઇએ તો મુંબઇ 21મી સદીનાં ટોચનાં 5 વૈશ્વિક મહાનગરોમાં પૈકીનું એક બનવાની દિશામાં છે. એટલે આંતરરાષ્ટ્રીય હબ તરીકે આપણા દેશમાં પેસેન્જર ટ્રાફિક 5 ગણો વધી રહ્યો હોઇ મુંબઇ દેશનું એ અગ્રણી એરપોર્ટ તેમજ મુખ્ય સ્થાનિક એરપોર્ટ બને એવી અપેક્ષા છે.
આંતરરાષ્ટ્રીય હબ તરીકે આપણા દેશમાં પેસેન્જર ટ્રાફિક 5 ગણો વધી રહ્યો છે. સાથે દેશનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાનાં શહેરોમાં એક અબજથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સને માટે વધુ 200 એરપોર્ટ બની રહ્યાં છે, જેમાંનાં મોટાભાગનાં શહેરો મુંબઇ સાથે જોડાશે. વળી આ સમયગાળા દરમિયાન ભારતનાં ટોચનાં 30 શહેરોમાં દરેકને બબ્બે એરપોર્ટની જરૂર રહેશે. આ સંજોગોમાં અદાણી એરપોર્ટ્સ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવામાં મદદરૂપ થવા પૂર્ણ રીતે સક્ષમ છે.

          લી કોર્બ્યુસિઅરે જ કહ્યું હતું કે ગતિમય બનતું શહેર જલદી સફળતા મેળવી શકે છે. એરપોર્ટ્સ આ ગતિની ક્ષમતા વધારે છે. અમે એરપોર્ટ્સને આનું મધ્યવર્તી કેન્દ્ર ગણીએ છીએ. જે કેન્દ્રની આસપાસ આપણે સ્થાવર મિલકત અને મનોરંજન સુવિધાઓ, ઇ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓ, સંવેદનશીલ ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ, ઉડ્ડયન સાથે જોડાયેલા વ્યવસાયો અને અન્ય નવીન વ્યવસાયી વિભાવનાઓ વિસ્તરી શકે છે. આમાંથી ઘણા વ્યવસાયના દરેક પાસા અને આપણા દૈનિક જીવનમાં ડિજિટાઇઝેશનના મુખ્ય પ્રવાહને સક્ષમ બનાવે છે.

            વાસ્તવમાં આપણે એવા વિશ્વમાં છીએ જ્યાં એરપોર્ટ્સ થકી વધુને વધુ શહેરોની વિશષતાઓ નિર્ધારિત કરે છે. સાથે વ્યવસાયિક સ્થાનો, પ્રવાસન, શહેરી આર્થિક વિકાસ અને વૈશ્વિક આર્થિક એકીકરણ માટે પણ એરપોર્ટ્સ નિર્ણાયક પરિબળ છે. અમારા મતે ભવિષ્યમાં આર્થિક મૂલ્ય ધરાવતાં શહેરો એરપોર્ટ્સની આસપાસ જ મોટેભાગે આકાર પામેલાં હશે.

           આપણું રાષ્ટ્ર વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે અદાણી જૂથ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી બિલ્ડ-આઉટ દ્વારા આ વિકાસ-વૃદ્ધિને સર્વિસ પૂરી પાડવા નોંધપાત્ર રીતે સક્ષમ બની શકે છે. તેથી અમે એરપોર્ટને સ્થાનિક આર્થિક વિકાસને આગળ ધપાવવાના એક શક્તિશાળી એન્જિન તરીકે એરપોર્ટ જોતા હોઈએ છીએ. હબ અને સ્પોક મોડેલમાં દ્વિતીય અને તૃતીય કક્ષાનાં શહેરોને પ્રથમ કક્ષાનાં શહેરો તરીકે રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બનવા એરપોર્ટ એક મહત્વપૂર્ણ લિવર તરીકે કાર્ય કરે છે. આ હબ અને સ્પોક મોડેલ આપણા વધતા જતા શહેરી - ગ્રામીણ વિભાગો વચ્ચેના ભેદને ઓછો કરવા ઉપયોગી છે. સાથે વિવિધ સ્થળો વચ્ચે રહેલા ખર્ચના લવાદનો લાભ લઇ દેશને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પણ આ હબ અને મોડેલની પાયાની ભૂમિકા છે. વળી તે નવી જોબ્સ ઊભી કરવામાં પણ મહત્વપૂર્ણ છે. અમારી વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓને જોતાં અમે આ સમગ્ર કાર્ય માટે પૂરતા સક્ષમ છીએ.  

અદાણી એરપોર્ટ્સ વિશે

              અદાણી એરપોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝની સબસીડરી, ફ્લેગશિપ કંપની અને અદાણી ગ્રુપના ઇન-હાઉસ ઇન્ક્યુબેટર તરીકે છે.
              અદાણી એરપોર્ટ્સે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા હાથ ધરાયેલી વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયા દ્વારા અમદાવાદ, લખનૌ, મેન્ગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ જેવાં છ એરપોર્ટ્સને આધુનિક બનાવવા અને સંચાલિત કરવાનો હિસ્સો મેળવ્યો છે. ત્યારબાદ અદાણી એરપોર્ટ્સને અમદાવાદ, લખનૌ અને મેન્ગલુરુ એમ ત્રણ એરપોર્ટ્સ માટે લેટર ઓફ એવોર્ડ (LOA) મળ્યો છે. 14 ફેબ્રુઆરી, 2020 ના રોજ કંપનીએ ત્રણેય એરપોર્ટ્સ એટલે કે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ), ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ (લખનૌ) અને મેન્ગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ (મેન્ગલુરુ) માટે કન્સેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા.
               અદાણી એરપોર્ટ્સ 50 વર્ષના સમયગાળા માટે આ તમામ છ એરપોર્ટ્સનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ કરશે.
 

અદાણી ગ્રુપ વિશે

          
            અદાણી ગ્રુપ છ જાહેર વેપારવાળી કંપનીઓ સાથે વૈશ્વિક સ્તરે કાર્યરત એક સંકલિત ઔદ્યોગિક સંગઠન છે, જેની કુલ આવક $ 15 અબજ ડોલર છે અને માર્કેટ કેપિટલાઇઝેશન ~ 30 અબજ ડોલર છે.
            દેશભરમાં વિવિધ સ્તરે વ્યાપ ધરાવતા આ ગ્રુપે વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ અને યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ બનાવ્યા છે. અદાણી ગ્રુપનું મુખ્ય મથક ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદમાં છે.
             અદાણી ગ્રુપે ઘણાં વર્ષોથી વૈશ્વિક ધોરણો સાથની O & M પદ્ધતિઓ સાથે ભારતમાં વિરાટ સ્તરે માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને એનર્જી યુટિલિટી પોર્ટફોલિયો બિઝનેસમાં માર્કેટ લીડર તરીકે સ્થાન મેળવ્યું છે.

             4 IG રેટેડ વ્યવસાયો સાથે, તે ભારતમાં એકમાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ જારી કરનાર છે. ટકાઉ વિકાસ માટે અદભુતતા સાથે ગ્રોથદ્વારા સંચાલિત તેની નેશન બિલ્ડિંગ મુખ્ય ફિલસૂફી માટે તેની સફળતા અને નેતૃત્વના પાયામાં છે.

            અદાણી તેના ઉદ્યોગોને હવામાન સંરક્ષણ પર ભાર મૂકીને તેને ફરીથી ગોઠવીને તેના ઇએસજી ફૂટપ્રિન્ટમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. તેના સીએસઆર પ્રોગ્રામ દ્વારા ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલા મૂલ્યોના સિદ્ધાંતોના આધારે સમુદાયનો વિસ્તાર વધારવો.

(9:12 pm IST)