Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના જીવન ઉપર સૌથી મોટો ખતરો ઝળુંબી રહ્યો છે : એસપીજી સિક્યુરિટીને મહત્તમ એલર્ટ પર મુકવામાં આવ્યું : ટાઈમ્સ નાઉના અહેવાલે મચાવ્યો ખળભળાટ

નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઈએ ને મળેલ અહેવાલોના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એસપીજી સિક્યુરિટીને મહત્તમ એલર્ટ કરી દેવામાં આવી છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીના જીવન ઉપર જબરુ જોખમ તોળાઈ રહ્યું છે. ત્રણેય સિક્યુરિટી એજન્સીને મહત્તમ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવેલ છે. 

વડાપ્રધાન નું સુરક્ષાચક્ર વધુ મજબૂત કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની સલામતીની દેખભાળ કરી રહેલી એજન્સીઓએ હાઈએસ્ટ લેવલના એલર્ટ જાહેર કરી દીધા છે. એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ ખાસ વડાપ્રધાનની સલામતી માટે રચવામાં આવ્યું છે અને તેને હાલના સંજોગોમાં મળેલી ધમકીના પગલે મહત્તમ એલર્ટ કરી દેવાયું છે.

(11:28 pm IST)