Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ચીનએ પૂર્વી લદાખમાં પાંચ મિલિશિયા સ્‍કવોડ તૈનાત કર્યાઃ યુધ્‍ધના સમયમાં સેનાને મદદ કરે છે

ચીનએ પૂર્વી લદાખમાં વિવાદિત વાસ્‍તવિક નિયંત્રણ રેખા પર ત્‍વરિત પ્રતિક્રિયા માટે પાંચ મિલિશિયા તૈનાત કરેલ છે. સૂત્રોએ કહ્યું કે સીમાને મજબુત કરવા અને તિબેટ ક્ષેત્રને સ્‍થિર કરવા માટે આ કરવામાં આવ્‍યું છે. વરિષ્‍ઠ અધિકારીના જણાવ્‍યા પ્રમાણે મિલિશિયા મૂળ રીતે ચીનની પિપલ્‍સ લિબરેશન આર્મિનું એક આરક્ષિત બળ છે.

ચીની મિલિશિયા સ્‍વતંત્ર સંચાલન કરે છે અને સેનાને યુધ્‍ધ સમર્થન અને જનશકિત પ્રદાન કરે છે.

(11:55 pm IST)