Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોસ્કોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સેર્ગેઇ શોઇગુ ચ્ચેની બેઠક દરમિયાનરશિયાએ ભારતને સ્પષ્ટ ખાતરી આપી : પાકિસ્તાનને કોઈ પણ પ્રકારનાં શસ્ત્રો આપશે નહીં

નવી દિલ્હી : મોસ્કોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયન સંરક્ષણ પ્રધાન જનરલ સેર્ગેઇ શોઇગુ (તસ્વીરમાં નજરે પડે છે) વચ્ચેની બેઠક દરમિયાન રશિયાએ ફરી એકવાર દ્રઢતાથી જાહેર કર્યું છે કે  રશિયા પાકીસ્તાનને હથિયારો પૂરા પાડશે નહીં, આ ઘટનાઓથી સંકળાયેલ ટોચના વર્તુળોએ  જણાવ્યું હતું.

પાકિસ્તાનને કોઈ શસ્ત્ર પુરવઠો નહીં આપવાની રશિયન પ્રતિબદ્ધતા ભારતીય વિનંતીને માન આપીને દર્શાવવામાં આવી હોવાનું પણ આ વર્તુળોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સંરક્ષણ પ્રધાનને રશિયાની ખાતરી મળી કે તેઓ ભારતના સુરક્ષાના હિતની સાથે જ છે.  

રશિયાએ પણ એક કલાકની બેઠક દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના લક્ષ્યમાં મેક ઇન ઇન્ડિયા પહેલને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું. જેમાં દ્વિપક્ષીય સહકારના વિશાળ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા હતા.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "જોગાનુજોગ આ બેઠક આગામી બે દિવસ દરમિયાન ભારત અને રશિયન નૌકાદળો દ્વારા હાથ ધરવામાં આવેલી ઇન્દ્ર નૌકાદળ કવાયત ની સાથો સાથ યોજાયેલ છે."

(12:31 am IST)