Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દિવાળીમાં દેશભરની બજારોમાં ૧૨૫ લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ

ગણેશોત્‍સવ અને નવરાત્રિમાં ધૂમ ખરીદી બાદ વેપારી વર્ગને આશા

મુંબઇ,તા. ૩ : બે વર્ષ બાદ સામાન્‍ય થયેલી પરિસ્‍થિતી અને નિર્ણયોના પ્રતિબંધો દૂર થતાં બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટતી જોવા મળી રહી છે. જેને પગલે વેપારીઓમાં પણ ઉત્‍સાહનો માહોલ છે. નજીકમાં જ દિવાળી આવી રહી છે, ત્‍યારે હાલનું વાતાવરણ જોતાં દેશભરની બજારોમાં લગભગ ૧૨૫ લાખ કરોડના વેપારની સંભાવના વેપારી સંગઠને વ્‍યકત કરી છે.

દેશની શીર્ષ વેપારી સંસ્‍થાના પદાધિકારીઓના જણાવ્‍યાનુસાર પદાધિકારીઓના જણાવ્‍યાનુસાર, આત્‍મનિર્ભર ભારત ઝુંબેશને ધ્‍યાનમાં લઇ હવે ગ્રાહકો મોટા પાયે સ્‍વદેશી માલની માંગણી કરી રહ્યા છે. વળી તહેવારોની મોસમ છે અને બે વર્ષનો દબાયેલો ઉત્‍સાહ પણ બહાર આવી રહ્યો છે. આર્થી માર્કેટમાં ગ્રાહકોની ભીડ જામી રહી છે. આ દિવાળીની સીઝનમાં ચીની માલના બહિષ્‍કારને કારણે ચીનને લગભગ ૫૦ હજાર કરોડના ભારતમાં માલના વેચાણનું નુકશાન ખમવું પડશે. જ્‍યારે ભારતીય બજારોમાં ૧૨૫ કરોડનો વેપાર થવાનો અંદાજ છે.

રીટેલ માર્કેટના વિવિધ વર્ગો જેમાં ખાસ કરી ભારતમાં બનેલ એફએમસીજી ઉત્‍પાદનો, રમકડાં, ઇલેક્‍ટ્રિક ઉપકરણો, વીજળી સંબંધિત ઉપકરણો, ભેટવસ્‍તુઓ, મિઠાઇ, વાસણ, સોના-ચાંદી અને માટીના કોડીયા તેમજ ઘર સજાવટની સામગ્રીના વેચાણમાં આ વર્ષે જબરો ઉછાળ જોવા મળે તેવો અંદાજ ગણેશોત્‍સવ અને નવરાત્રીમાં ગ્રાહકોએ કરેલ ખરીદી પરથી નોંધાયો છે.

(10:36 am IST)