Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કલકત્તાના દુર્ગા પૂજા પંડાલમાં મહાત્‍મા ગાંધીને ‘અસુર' તરીકે દેખાડતા હોબાળો થયો

દુર્ગા પૂજામાં મહિષાસુરની જગ્‍યાએ મહાત્‍મા ગાંધીની માફક દેખાતી એક પ્રતિમાને રવિવારે રાષ્ટ્રપિતાની જયંતિ પર વિવાદ ઊભો કરી દીધો : દક્ષિણ પશ્ચિમ કલકત્તાના રૂબી ક્રોસિંગની નજીક, અખિલ ભારતીય હિન્‍દુ મહાસભા પૂજાના આયોજકોએ ફરિયાદ નોંધાયા બાદ ગાંધીની માફક દેખાતી પ્રતિમા બદલી દીધી હતી

કલકત્તા,તા. ૩ : કલકત્તામા દુર્ગા પૂજામાં ‘મહિષાસુર' જગ્‍યાએ મહાત્‍મા ગાંધીની માફક દેખાતી એક પ્રતિમાએ રાષ્ટ્રપિતાની જયંતિ પર વિવાદ ઊભો કરી દીધો છે. દક્ષિણ પશ્ચિમ કલકત્તાના રુબી ક્રોસિંગ નજીક, અખિલ ભારતીય હિન્‍દુ મહાસભા પૂજાના આયોજકોએ ફરિયાદ દાખલ થયાં બાદ પોલીસના આદેશ અનુસાર ગાંધીની માફક દેખાતી મૂર્તિનું રુપ બદલી નાખ્‍યું હતું. આયોજકોએ કહ્યું કે, સમાનતા હોવી ફક્‍ત એક સંયોગ છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

આ અગાઉ દિવસમાં એક પત્રકારે કલકત્તા પોલીસને ટેગ કરતા દુર્ગા પ્રતિમાની એક તસ્‍વીર ટ્‍વિટ કરી હતી. જો કે, બાદમાં પોલીસે તહેવારના સમયે તણાવ ઊભા થતાં હોવાનો નિર્દેશનો હવાલો આપતા આ પોસ્‍ટને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી હતી. ગોસ્‍વામીએ કહ્યું કે, પૂજા આયોજકોનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો.

તેમણે કહ્યું કે, પોલીસે અમને આ બદલવા માટે કહ્યું છે અને અમે તે વાત માની પણ લીધી છે. અમે મહિષાસુરની મૂંછો અને વાળ લગાવી દીધા છે. ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓએ ગાંધીને મહિષાસુર તરીકે બતાવવાની ઘટનાની ટીકા કરી છે.

(10:41 am IST)