Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રિલાયન્‍સ જિયોએ રજૂ કરી 5G એમ્‍બ્‍યુલન્‍સ

દર્દીના બેસવાની સાથે જ તેની સાથે જોડાયેલી તમામ જાણકારી ડોક્‍ટરને મળી જશે

નવી દિલ્‍હી તા. ૩ : રિલાયન્‍સ જિયોએ તેની 5G સેવાઓ શરૂ કરતા પહેલા જ 5G ટેક્‍નોલોજીથી સજ્જ એમ્‍બ્‍યુલન્‍સ લોન્‍ચ કરી છે. Jio તેની 5G સેવાઓ દિવાળીથી શરૂ કરશે. તેમણે આ એમ્‍બ્‍યુલન્‍સને પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા ઈન્‍ડિયન મોબાઈલ કોંગ્રેસ પ્રદર્શનમાં લોન્‍ચ કરી છે.

આ એમ્‍બ્‍યુલન્‍સની સૌથી મોટી ખાસિયત એ છે કે દર્દી તેમાં બેસતાની સાથે જ તેને લગતી તમામ માહિતી હોસ્‍પિટલના ડોક્‍ટર સુધી અગાઉથી પહોંચી જશે. દર્દી પાછળથી આવશે પરંતુ તેની તમામ મહત્‍વની માહિતી અગાઉથી મળી જશે. જેની મદદથી તબીબો અને મેડિકલ સ્‍ટાફ દર્દીની બીમારી અનુસાર પોતાને તૈયાર કરી શકશે. આ ઉપરાંત આ પ્રદર્શનમાં ઘણા નવા ૫ઞ્‍ ઉપકરણોની પ્રથમ ઝલક જોવા મળી રહી છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧ ઓક્‍ટોબરથી દેશમાં 5G સેવાઓ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તમામ ટેલિકોમ્‍યુનિકેશન કંપનીઓ 5G સેવાઓ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્‍સાહિત છે. Reliance Jio પણ દિવાળીથી તેની 5G સેવાઓ શરૂ કરશે.

મેડિકલ ઈમરજન્‍સીના સમયમાં આ પ્રકારની એમ્‍બ્‍યુલન્‍સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જયારે દર સેકન્‍ડ દર્દી માટે મહત્‍વપૂર્ણ હોય છે. ખાસ કરીને હાર્ટ એટેક જેવા રોગોના સમયે જયારે દર્દી માટે હોસ્‍પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે. દર્દીની ઘણી મહત્‍વપૂર્ણ માહિતી છે જે ડોક્‍ટર સુધી પહોંચવી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આ એમ્‍બ્‍યુલન્‍સ પહેલાથી જ ડોક્‍ટર સાથે આવી તમામ માહિતી શેર કરશે, જેનાથી સારવારમાં સમય બચશે.

Jio એ એક રોબોટિક હાથ લોન્‍ચ કર્યો છે જે એક્‍સ-રે અને અલ્‍ટ્રાસાઉન્‍ડ કરવામાં નિષ્‍ણાત છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને દૂરથી પણ ઓપરેટ કરી શકાય છે.આ રોબોટિક આર્મ દ્વારા શહેરોની સારી મેડિકલ સુવિધા પણ ગામડાના લોકોને સરળતાથી મળી રહેશે. રિપોર્ટ માટે તમારે વારંવાર શહેરમાં જવું પડશે નહીં, પરંતુ તમને ઘરે બેઠા રિપોર્ટ મળશે.

Reliance Jio 5G હેલ્‍થકેર ઓટોમેશન પર ઘણો ભાર મૂકી રહી છે. આ સાથે તે અન્‍ય દૈનિક જરૂરિયાતો પર પણ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યો છે.

કોરોના સમયે લોકો હોસ્‍પિટલોના આઇસોલેશન વોર્ડમાં જતા ડરી રહ્યા હતા. તે સમયે જયારે કોઈ ઉપાય ન હતો ત્‍યારે તબીબી સ્‍ટાફે ઈમરજન્‍સીમાં કામ કર્યું હતું. આના કારણે ઘણા કોરોના વોરિયરોએ પણ જીવ ગુમાવ્‍યા છે. Reliance Jio એવા રોબોટ પર કામ કરી રહી છે જે આવા બીમાર લોકોની સેવા કરી શકે.

આ રોબોટ્‍સ દ્વારા આવા ઘણા તબીબી કર્મચારીઓના જીવન બચાવી શકાય છે. તબીબી કર્મચારીઓ એકબીજા સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાતા રોગોથી સુરક્ષિત રહેશે. ટીબી અને કોવિડ જેવા રોગોની સારવાર દરમિયાન આ રોબોટ્‍સ દ્વારા ઘણી સગવડતા મળશે.

(11:25 am IST)