Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પતિ પોતાની આવક જણાવતો ન હતો તેથી પત્નીએ RTI કરી : પતિની સંમતિ ન મળવાથી ઈન્કમ ટેક્સ વિભાગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો : વૈવાહિક સંબંધોમાં વિવાદ ચાલી રહ્યો હોય ભરણ પોષણની માંગણી કરવાના હેતુથી માંગેલી માહિતી 15 દિવસમાં આપવા બરેલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો આદેશ

બરેલી : તમે કેટલી કમાણી કરો છો? આપણામાંના ઘણા બધા આવા પ્રશ્નોના જવાબ આપવાનું પસંદ કરતા નથી. સામાન્ય રીતે લોકો આ વસ્તુઓ વિશે તેમના પરિવારના સભ્યોને માહિતી આપતા હોય છે. જો કે, જ્યારે વૈવાહિક સંબંધોમાં વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે તેનું અલગ મહત્વ બની જાય છે. જ્યારે છૂટાછેડા બંનેની સંમતિથી ન હોય ત્યારે પત્ની તેના પતિની આવક જાણવા માંગે છે અને ભરણપોષણની માંગણી કરે છે.

આવો એક કિસ્સો બરેલીમાં બનવા પામ્યો છે. જ્યાં પતિ પોતાની આવક જણાવતો ન હતો તેથી પત્નીએ RTI કરી હતી.પરંતુ પતિની સંમતિ ન મળવાથી ઈન્કમ ટેક્સ વિભાગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.આથી મહિલાએ વૈવાહિક સંબંધોમાં વિવાદ ચાલી રહ્યો હોય ભરણ પોષણની માંગણી કરવાના હેતુથી માહિતી માંગી હોવાનું જણાવતા 15 દિવસમાં માહિતી આપવા બરેલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આદેશ કર્યો હતો તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)