Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઇન્‍ડિયન એરસ્‍પેસમાં ઉડતા વિમાનમાં બોંબ : ૪ દેશોમાં ખળભળાટ

તહેરાનથી ચીન જઇ રહેલા મહાન એરલાઇન્‍સના વિમાનમાં બોંબ હોવાની બાબતથી હલચલ : ભારતીય સરહદમાં પ્રવેશી લેન્‍ડીંગની પરવાનગી માંગી પણ થયો ઇન્‍કારઃલાહોરથી સમાચાર આવતા ભારતીય સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ બની : ભારતીય જેટ વિમાનોએ પીછો કરી ભારતીય એરસ્‍પેસની બહાર તગેડયું

નવી દિલ્‍હી તા. ૩ : ભારત સહિત કોઈપણ દેશમાં સામાન્‍ય દિવસ જેવો હતો. પરંતુ અચાનક આવેલા સમાચારે ૪ દેશોમાં હલચલ મચાવી દીધી. સમાચાર હતા કે ઈરાનથી ચીન જઈ રહેલા પેસેન્‍જર પ્‍લેનમાં બોમ્‍બ છે. આ સમાચાર લાહોર ATC દ્વારા આપવામાં આવ્‍યા છે. તે સમયે મહાન એરલાઈન્‍સનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. એલર્ટ મળતાની સાથે જ ભારતીય સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઈ ગઈ હતી અને પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે ચર્ચા શરૂ થઈ હતી. પ્‍લેન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હોવાથી સુરક્ષા અધિકારીઓએ પણ કોઈ જોખમ લીધું ન હતું. વાયુસેનાના બે વિમાનોને તરત જ ઉડાન ભરવાનો આદેશ આપવામાં આવ્‍યો અને તેઓએ આ ઈરાની વિમાનને ઘેરી લીધું અને તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી સુરક્ષિત બહાર લાવ્‍યા.

વિમાને ઈરાનના તેહરાનથી ઉડાન ભરી હતી. તે ચીનના ગુઆંગઝોઉમાં ઉતરવાનું હતું. આ પ્‍લેન પાકિસ્‍તાનની એરસ્‍પેસમાંથી ભારતના એરસ્‍પેસમાં ­વેશ્‍યું હતું. ત્‍યારપછી લાહોર એટીસીએ બોમ્‍બ અંગે માહિતી આપી હતી અને દિલ્‍હીની સુરક્ષા એજન્‍સીઓના કાન ઉભા થયા હતા. આ વિમાને દિલ્‍હીમાં ઉતરાણ કરવાની પરવાનગી પણ માંગી હતી. પરંતુ તેમને દિલ્‍હીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

તેને જયપુર જવાનું કહેવામાં આવ્‍યું. પરંતુ પાયલોટે તેમ કરવાનો ઇનકાર કરી દીધો, ત્‍યારબાદ પ્‍લેન ચીન માટે રવાના થયું. સ્‍વાભાવિક છે કે જયારે વિમાન ચીનમાં ઘુસ્‍યું હશે ત્‍યારે ત્‍યાં પણ સુરક્ષા એજન્‍સીઓએ સંપૂર્ણ કડકાઈ અપનાવી હશે. ભારતીય વાયુસેનાના Su-30MKI લડાકુ વિમાનોએ વિમાનની રક્ષા માટે જોધપુર અને પંજાબ એરબેઝ પરથી ઉડાન ભરી હતી.

વાયુસેનાના સૂત્રોએ જણાવ્‍યું કે માહિતી મળ્‍યા બાદ ફાઈટર પ્‍લેન્‍સે ઉડાન ભરી હતી. આ દરમિયાન એસઓપી હેઠળ સુરક્ષિત અંતરનું પાલન કરવામાં આવ્‍યું હતું.જો કે, ઈરાની એજન્‍સીઓએ અમને ધમકીને અવગણવા કહ્યું, ત્‍યારબાદ વિમાનને ચીન તરફ તેની ઉડાન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી.

પરંતુ અમે વિમાનને ત્‍યાં સુધી એસ્‍કોર્ટ કર્યું જયાં સુધી તે ભારતીય હવાઈ ક્ષેત્રની બહાર ન જાય. હવે તે ભારતીય હવાઈ ક્ષેત્રની બહાર નીકળી ગયો છે. પ્‍લેનમાં બોમ્‍બ હતો કે નહીં તે અંગે કોઈ માહિતી મળી નથી. Filghtradar24ના ડેટા અનુસાર, ઈરાની એરક્રાફટ થોડા સમય માટે દિલ્‍હી-જયપુર એરસ્‍પેસમાં ઓછી ઉંચાઈ પર હતું અને તે પછી તે ભારતીય એરસ્‍પેસની બહાર જતું જોવા મળ્‍યું હતું.

(4:20 pm IST)