Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દેશના CDSને મળી Z+ સુરક્ષા :હાઇટેક હથિયારોથી સજ્જ :દિલ્હી પોલીસના 33 કમાન્ડો સુરક્ષા સંભાળશે

ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને સુરક્ષા અંગેનો આદેશ આપ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસ હવે દેશના નવા ચૂંટાયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સુરક્ષા સંભાળશે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રએ CDS જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની સશસ્ત્ર સુરક્ષા કવચની ઝેડ પ્લસ સિક્યુરિટી પ્રદાન કરી છે. દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નિધનના નવ મહિનાથી વધુ સમય બાદ અનિલ ચૌહાણે ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

  તેના થોડા દિવસ બાદ ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને સુરક્ષા અંગેનો આદેશ આપ્યો છે. દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો સીડીએસને તેમના નિવાસસ્થાન અને મુસાફરી દરમિયાન સુરક્ષા પૂરી પાડશે. જનરલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. આ ઉપરાંત તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટીના કાયમી અધ્યક્ષ પણ છે.

 

(10:44 pm IST)