Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

' અમેરિકાના પ્રેસિડન્ટ કોણ બનશે ? ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બિડન : રશિયાના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા રીંછ ,અને ટાઈગરની ભવિષ્યવાણી : 2016 ની સાલમાં હિલેરી ક્લિન્ટન સામે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનશે તેવી આ પ્રાણીઓની ભવિષ્યવાણી સાચી પડી હતી : 2020 ની સાલ માટે જો બિડન ઉપર કળશ

મોસ્કો : અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટે આવતીકાલ 3 નવેમ્બરના રોજ રસાકસી ભરી ચૂંટણી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.તો સામે પક્ષે ડેમોક્રેટ ઉમેદવાર તથા અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન પણ પોતાનું પલ્લું ભારે હોવાનો દાવો કરી રહ્યા છે.

આ સંજોગોમાં ગઈ ટર્મ એટલેકે 2016 ની સાલમાં જે આગાહી સાચી પડી હતી તે રશિયાના સંગ્રહાલયમાં રાખવામાં આવેલા રીંછ ,અને ટાઈગરની ભવિષ્યવાણી ઉપર નજર ફેરવવી રસપ્રદ બની રહેશે.

આ માટે રીંછ અને બંગાળ ટાઇગર પાસે બે તરબૂચ મુકવામાં આવ્યા હતા.એક ઉપર ડોનાલ્ડ ટ્રમ્પનું તથા બીજા ઉપર જો બિડનનું નામ લખવામાં આવ્યું હતું.આ બંને પ્રાણીઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નામવાળા તરબૂચને સ્પર્શ પણ કર્યા વિના જો બિડનના નામવાળા તરબૂચને ફરતા આંટા મારવાનું શરૂ કરી દીધું હતું અને તે ખાઈ પણ ગયા હતા.આથી આ બંને પ્રાણીઓ પાસે કરાવેલી ટશન મુજબ જો બિડન ચૂંટણીમાં વિજેતા બનશે તેવી ભવિષ્યવાણી કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)