Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જીએસટી વળતર : કેન્દ્રે 19 રાજ્યોને રૂ.6000 કરોડનો બીજો હપ્તો ચૂકવ્યો

બીજા તબક્કા હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને રકમ જારી કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકઘટ હેઠળ બીજો હપ્તો ચૂકવ્યો છે. નાણાં મંત્રાલયે GST શોર્ટફોલના બીજા તબક્કા પેટે 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂ.6000 કરોડ ચૂકવ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પોંડુચેરી, બિહાર, અસમ અને દિલ્હી શામેલ છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે 23મી ઓક્ટોબરના રોજ 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને જમ્મુ-કાશ્મીરને 6000 કરોડ રૂપિયા GST પેટે ચૂકવ્યા હતા.

મંત્રાલયે નિવેદનમાં કહ્યુ કે, ભારત સરકારના નાણાં મંત્રાલય, જીએસટી કોમ્પન્સેશન સેશની ઘટને સરભર કરવા માટે રાજ્યોની માટે પોતાના સ્પેશિયલ વિન્ડો હેઠળ બીજા તબક્કા હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને 6000 કરોડ રૂપિયાની રકમ જારી કરી રહ્યુ છે.

મંત્રાલયે કહ્યુ કે, આ ઉધારી 4.42 ટકાના વ્યાજે લેવામાં આવી છે અને આ દરે રાજ્યોને પણ આ નાણાં પૂરવામાં આવશે. આ વ્યાજદર કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોની માટે બોરોઇંગ કોસ્ટ કરતા નીચા છે. આથી તેમને ફાયદો થશે. નાણાં મંત્રાલયે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પેશિયલ વિન્ડો હેઠળ 12,000 કરોડ રૂપિયાની લોન આપી છે.

(12:00 am IST)