Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માત્ર કેટલાક મૂડીવાદી ‘મિત્રો’નો વિકાસ: એરપોર્ટસને ખાનગી ખાનગી હાથોમાં સોંપવા રાહુલ ગાંધીનો પ્રહાર

ટ્વિટર પર #Stop_Privatization એટલે ખાનગીકરણ રોકો ટ્રેન્ડ શરૂ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર માત્ર મૂડીવાદીઓના વિકાસનો આરોપ લગાવ્યો છે. કેટલાક એરપોર્ટને અદાણી ગ્રુપને સોંપવાનો હવાલો આપતા તેમણે ટ્વીટ કરી કે માત્ર કેટલાક મૂડીવાદી ‘મિત્રો’નો વિકાસ થઇ રહ્યો છે. તેમણે લખનઉ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને આપવા સંબંધિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટ્વીટ અને મેંગ્લુરુ એરપોર્ટને અદાણી ગ્રુપને આપવા સંબંધી સમાચારના સ્ક્રીનશોટ શેર કર્યો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે વિકાસ તો થઇ રહ્યો છે, પરંતુ માત્ર કેટલાક મૂડીવાદી ‘મિત્રો’નો”

 બીજીતરફ એરપોર્ટ ખાનગીકરણ વિરુદ્ધ સોશિયલ મીડિયા યુઝર્સ અવાજ ઉઠાવી રહ્યા છે. ટ્વિટર પર #Stop_Privatization એટલે ખાનગીકરણ રોકો ટ્રેન્ડ થઇ રહ્યો છે.

અદાણી ગ્રુપ લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન 2 નવેમ્બરથી 50 વર્ષ માટે કરશે. તેના માટે કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપમાં સમજૂતિ થઇ હતી. લખનઉ એરપોર્ટ પર સોમવારથી ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર લાગેલા બોર્ડ પર અદાણી એરપોર્ટ લખાઇ ચુક્યું છે.

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં લખનઉ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં જવા સંબંધિત ટ્વીટનું જ સ્ક્રીનશોટ શેર કર્યું છે. સાથમાં તેમણે મેંગ્લુરુ એરપોર્ટ પણ અદાણી ગ્રુપને સોંપવા સંબંધી એક સમાચારનો સ્ક્રીનશોટ કર્યો. હકીકતમાં લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશન એરપોર્ટની જેમ જ મેંગ્લુરુ એરપોર્ટ પણ અદાણી ગ્રુપે ટેક ઓવર કર્યો છે. 31 ઓક્ટોબરથી જ મેંગ્લુરુ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપે પોતાના હાથમાં લીધું છે. તે સિવાય અમદાવાદ એરપોર્ટ પણ અદાણી ગ્રુપે ટેકઓવર કર્યો છે અને તેનું સંચાલન 11 નવેમ્બરથી ગ્રુપના હાથમાં આવી જશે. તેના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે.

હકીકતમાં મોદી સરકારે ફેબ્રુઆરીએ 2019માં 6 એરપોર્ટનું ખાનગીરણ કર્યું હતુ. તેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગ્લુરુ, તિરુવનંતપુરમ અને ગુવાહાટી સામેલ હતા. કમ્ટીટિવ બિડિંગ પ્રોસેસમાં અદાણી એન્ટરપ્રાઇઝે આ તમામ પર અધિકાર મેળવ્યું હતુ. કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચે થયેલા એમઓયૂ કરારમાં સેવા ક્ષેત્ર જોગવાઇનું ઉલ્લેખ કર્યું છે. તેમાં કસ્ટમ્સ, ઇમિગ્રેશન, સ્વાસ્થ્ય એમઈટી અને સિક્યોરિટીની જવાબદારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે હશે.

(12:00 am IST)