Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

૩૬૧ ઉમેદવારો છે કરોડપતિ

બિહાર ચૂંટણીના ૩૧ ટકા ઉમેદવાર સામે ફોજદારી કેસ

નવી દિલ્હી,તા. ૩: આ અઠવાડિયામાં યોજાનારી બિહાર વિધાનસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા કુલ ૧૧૯૫ ઉમેદવારમાંથી ૩૭૧ એટલે કે અંદાજે ૩૧ ટકા ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ ચાલતા હોવાની જાહેરાત કરી હોવાનું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૨૮૨ ઉમેદવારે (અંદાજે ૨૪ ટકા) તેમની વિરુદ્ઘ ગંભીર ફોજદારી કેસ હોવાનું જણાવ્યું છે.

આ ગંભીર ગુનાઓમાં બિનજામીનપાત્ર અને પાંચ વર્ષની જેલ જેવી સજાનો સમાવેશ થતો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ૩૬૧ ઉમેદવારે (અંદાજે ૩૦ ટકા) તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્ત્િ। હોવાની જાહેરાત કરી છે.

રાજદના કુલ ૪૪ ઉમેદવારમાંથી ૩૨, ભાજપના ૩૪માંથી ૨૬, કોંગ્રેસના પચીસમાંથી ૧૯, એલજેપીના ૪૨માંથી ૧૮, જેડી (યુ)ના ૩૭માંથી ૨૧, બસપના ૧૯માંથી પાંચ ઉમેદવાર સામે ફોજદારી કેસ નોંધાયા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

૭૮ બેઠક એવી છે જયાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ તેમની વિરુદ્ઘ ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે અને તેવા મતદારક્ષેત્રને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

(9:51 am IST)