Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રૂપિયા અને દાગીના લઈને રફૂચક્કર થઈ લૂંટેરી દુલ્હનઃ ચાર લોકોએ લગ્ન કરાવનાર યુવકને ઢોર માર મારીને ચાલુ ટ્રક નીચે ફેંકી દીધોઃ મોત

ઇન્દોર, તા.૩: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં માનપુર ઘાટ ઉપર થોડા દિવસ પહેલા એક યુવકનું દુર્ઘટનામાં મોત થયું હતું. પરંતુ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકનું દુર્ઘટનામાં નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. લગ્નને લઈને થયેલા વિવાદના કારણે ચાર લોકોએ યુવકને દ્યરે બોલાવીને લોખંડના સળિયા, અસ્તરા વડે માર માર્યો હતો. એટલું જ નહીં અધમરી હાલતમાં આરોપીએએ તેને માનપુર ઘાટ ઉપર એક ટ્રકની સામે ફેંકી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે એક આરોપી ફરાર થયો હતો.

આ ઘટના અંગે એસપી મહેશચંદ્ર જૈને જણાવ્યું હતું કે દ્વારિકાપુરીમાં રહેનારા દીપક વર્માની લાશ થોડા દિવસ પહેલા માનપુર ઘાટ ઉપરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં એવું લાગતું હતું કે કોઈ ગાડી નીચે આવીને મોત થયું છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, દિપકનું મોત દુર્દ્યટનામાં નહીં પરંતુ હત્યા છે. આ અંગે દિપકના મામા મુકેશ વર્મા સાથે પૂછરછ કરતા સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો.

મુકેશે જણાવ્યું કે આ દિવસે લવીન મરાઠા, મનીષ સોલંકી અને પ્રકાશ જાધવ મૃતક દિપકને પોતાની સાથે લઈ ગયા હતા. દિપકને લઈને શિવ સાગર કોલોનીમાં રહેતા શૈલેસ ગોયલના ઘરે લઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં રહેનારા ગોયલના ભત્રીજા દીપકને પોતાના દોસ્ત સાથે લગ્ન કરાવ્યા હતા. આમાં દિપકનો સાથે અજય પણ સામેલ હતો.

માનવામાં આવી રહ્યું છે કે આ માટે લોકોએ આને લાખો રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ દુલ્હન રૂપિયા અને સોનાના ઘરેણાં લઈને રફૂચક્કર થઈ ગઈ હતી. મામા મુકેશે જણાવ્યું કે દિપક અને ગોયલનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે વાત કરવા માટે ત્રણ લોકોને લઈને પહોંચ્યા હતા.

શૈલેશ ગોય, લવીન, મનીષ અને પ્રકાશને તેને પરદાનો સળિયો અને લાતો મારીને ઢોર માર માર્યો હતો. જયારે અધમરો થયો ત્યારે મરેલો સમજીને લવીન, મનીષ દીપકને લઈ સ્કૂટર ઉપર બેસાડીને માનપુર ઘાટ તરફ લઇ ગયા હતા. જયાં એક સ્પીડમાં આવતી ટ્રક નીચે તેને ફેંકી દીધો હતો.

હત્યાબાદ આરોપીઓએ તેને દુર્દ્યટના ખપાવવાની કોશિશ કરી હતી. દીપકની ગાડી પણ ઘટના સ્થળે જ ફેંકી દીધી હતી. નિવેદન બાદ પોલીસે સીસીટીવી તપાસવાનું શરું કરતા ખુલાસો થયો હતો. આ મામલે દ્વારકાપુરી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. સ્કૂટર અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ જપ્ત કરી હતી. જોકે, એક આરોપી શૈલેશ ગોયલ ફરાર છે.

(9:55 am IST)