Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

આજે પણ રાહતના સમાચાર

શહેર - જીલ્લામાં એક મોત : બપોર સુધીમાં ૧૩ કેસ

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૬૪ બેડ ખાલીઃ શહેરમાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ધરખમ ઘટાડોઃ આજે નવા ૪ ઝોન જાહેર : છેલ્લા આઠ મહિનામાં કુલ ૮૬૬૬ કેસ નોંધાયાઃ ૮૦૬૪ દર્દીઓ સાજા થયા : રિકવરી રેટ ૯૩ ટકાએ પહોંચ્યો : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૧ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા. ૩ : શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ૧ દર્દીઓનાં મોત થયા છે. જયારે કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની  ખાલી સંખ્યામાં સતત વધારો જોવા મળી રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જયારે બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી૧  પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧ દર્દીએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૧ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૧૬૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે

શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૬૬૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૮૦૬૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૩.૧૯  ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૭૯૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૨૮  ટકા થયો  હતો. જયારે ૬૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૫૧,૯૯૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૬૬૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૫ ટકા થયો છે.

નવા ૪ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતીએ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ - હનુમાન મઢી પાસે, જલારામ સોસાયટી.૨- યુનિવસિટી રોડ, દેવપરા કોઠારિયા, નહેરૂ નગર- નાના મવા સર્કલ પાસે સહિતનાં ૪ વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ૧૯  (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૧૭ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૭,૨૫૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે પેડક રોડ, વિજયનગર, અવઘ, બેડીપરા, કુબલીયા પરા, વિજયનગર, રણછોડ નગર, નહેરૂનગર, જાગનાથ પ્લોટ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૫૦૨૩ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:34 pm IST)