Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દેશ અનલોક થતાં જ ઘરખર્ચ ૧૫% વધ્યો

આવશ્યક તમામ ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયાઃ આમ આદમી હેરાન-પરેશાન : ખાદ્યતેલ-રાશન-અનાજ-કઠોળ-શાકભાજી-કપડા સહિતનું બધુ મોઘું થઇ ગયું: પગાર વધ્યો નથી

નવી દિલ્હી, તા.૩: લોકડાઉનથી અનલોકના આઠ મહીનામાં સામાન્ય માણસનો ઘરખર્ચ વર્ષનો ૧૫ ટકા વધ્યો છે. શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ રસોઇનો સામાન અને કપડા પણ મોંઘા થઇ ચુકયા છે. દરરોજ વધતી મોંઘવારીએ સામાન્ય માણસ પર સીધી અસર કરી છે.

જો સૌથી વધુ કોઇ વસ્તુ પર પડી છે તો તે છે શાકભાજીના ભાવ. લોકડાઉન દરમ્યાન સાતથી આઠ રૂપિયા પ્રતિ કીલો વેચાત બટેટા હાલમાં ૪૦થી ૬૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ૧૦ રૂપિયા કિલો ડુંગળીની કિંમત હાલમાં ૭૦ રૂપિયા કિલો સુધી વેચાઇ રહી છે. લીલા મરચા અને અન્ય લીલા શાકભાજીના ભાવ પર અસર પડી છે.

રાશન સૌથી મોંઘો થઇ ચુકયો છે, માર્ચ જયાં અરહરની દાળની કિંમત ૭૦ થી ૭૫ રૂપિયા પ્રતિ કીલો હતી. બીજી બાજુ હવે ૧૧૦થી ૧૨૫ રૂપિયા કિલો સુધી પહોંચયા છે. ૨૨ થી ૨૪ રૂપિયા પ્રતિ કિલો મળતો લોટ આ હાલમાં ૩૦ રૂપિયા કિલો વેચાઇ રહ્યો છે. સરસવનું તેલ ૧૧૦ રૂપિયા પ્રતિ લીટરથી ૧૪૦ રૂપિયા પ્રતિ લિટર અને રિફાઇન્ડ ઓઇલ ૧૦૫ રૂપિયા પ્રતિ લિટરથી ૧૩૦ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. જયોર્જ ટાઉનની સુષમા શેઠનું કહેવું છે કે પહેલા સાત હજાર રૂપિયા સુધી દર સપ્તાહનો ખર્ચ થતો હતો. બીજી બાજુ હવે આઠથી સાડા આઠ હજાર રૂપિયા સપ્તાહમાં ખર્ચ થઇ રહ્યો છે.

શિક્ષણ પર પણ ખર્ચનો બોજ વધી રહ્યો છે. શાળાઓએ તેમની ફીમાં કોઇ ઘટાડો કર્યો નથી પરંતુ ઓનલાઇન કક્ષાના કારણે જે પરિવારનો ખર્ચ ૪૦૦ રૂપિયાના મોબાઇલના રીચાર્જ પર ચાલતો હતો તેને હવે ડેટામાં એક હજારથી ૧૨૦૦ રૂપિયા મહીને ખર્ચ કરવો પડી રહ્યો છે. કપડા મોંઘા થયા છે. જુના કપડા, સેલમાં સસ્તા કપડા વેચાઇ રહ્યા છે પરંતુ નવા સ્ટોકના ભાવ વધી રહ્યા છે.

(11:03 am IST)