Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

હિમાચલમાં બરફવર્ષાઃ ગુજરાત સહિત દેશના ઉત્તરના રાજયોમાં ઠંડીની લહેર જોવા મળશે

આગામી ત્રણ મહિના ઠંડી ભુકકા બોલાવશેઃ હવામાન ખાતુ : લા નિના નબળુ પડતા આ વખતે ઠંડીનું જોર વધુ જોવા મળશેઃ ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા

નવીદિલ્હીઃ દેશમાં સૌપ્રથમ વખત ઠંડીનો પ્રથમ જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વખતે નોર્મલથી વધુ ઠંડી પડવાની સંભાવના છે. આગામી ત્રણ મહિના દેશભરમાં ઠંડીનું  મોજુ જળવાઈ રહેશે. પ્રશાંત મહાસાગરમાં લા નીના નબળુ પડતા઼ ઠંડીની અસર વધુ જોવા મળશે.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ચાલુ છે. લાહોલ- સ્પીતિમાં ગઈકાલે દિવસ દરમ્યાન બરફવર્ષા થયો હતો. રોહતાંગ અને મનાલીને જોડતા રસ્તામાં ભારે બરફવર્ષા જોવા મળી હતી. તાપમાન ઝીરો ડીગ્રીથી નીચે પહોંચી ગયું છે. ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થઈ હતી.

દરમિયાન દિલ્હીમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૧.૬ ડીગ્રી નોંધાયેલ. જે નોર્મલથી પાંચ ડીગ્રી નીચુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તરના રાજયો જેમકે પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છતિસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિસ્સામાં ઠંડીની અસર જોવા મળશે.

(11:40 am IST)