Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બાળકો-મહિલાઓના વિકાસ કાર્યમાં તમામ વર્ગને જોડીએ : આનંદીબેન

યુપીના રાજયપાલ વારાણસીની મુલાકાતે : માઇક્રોપ્લાનિંગ પર ભાર

રાજકોટ, તા. ૩ : ઉતરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે બાળકો અને મહિલાઓના વિકાસ માટે માઇક્રોપ્લાન બનાવવા સમાજના તમામ વર્ગને આહવાન કર્યું છે. તેમણે કુપોષિત બાળકોને દતક લેવા માટે સમાજના સુખી સંપન્ન લોકોને અપીલ કરી છે. વારાણસીની મુલાકાતે ગયેલા રાજયપાલ આનંદીબેન લોકપ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજેલ. તેણીએ જણાવેલ કે, ગરીબીમાંથી મુકિતનો ઉપાય શિક્ષણ છે. દરેક બાળકોએ ઉંમર પ્રમાણે આંગણવાડી અને શાળામાં દાખલ થવું જોઇએ. કન્યા સુમંગલ યોજના શ્રેષ્ઠ યોજના છે. નવી શિક્ષણ નીતિ અનેક રીતે ઉપયોગી છે. શિક્ષણના પ્રારંભથી જ તેમાં શ્રેષ્ઠ પાઠ છે. બાળકોને પ્રવાસ કરાવી વિવિધ સ્થળે બતાવવા જોઇએ. ભારતમાં અન્ય દેશોની સરખામણીએ સ્તન કેન્સરના વધુ કેસ છે. ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તેની પ્રાથમિક તપાસ કરાવવી જોઇએ. દરેક કિશોરીનો બ્લડ ટેસ્ટ કરાવવો જોઇએ. ગુજરાતમાં મારા કાર્યકાળમાં મહિલા અને બાળ વિકાસ માટે ખાસ અલગ વિભાગ બનાવવામાં આવ્યો હતો. ગુજરાત આંગણવાડી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદા એવોર્ડ અપાય છે.

(11:44 am IST)