Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ફકત દિલ્હી - મિઝોરમમાં કેસ વધ્યાઃ બીજે ઘટયા

કોરોના યુ-ટર્નઃ સમગ્ર દેશથી દિલ્હીમાં ઉલ્ટી ચાલઃ ૧૪ દિવસમાં ૪૫% કેસ વધ્યા

નવી દિલ્હી, તા.૩: રાજધાની દિલ્હી સિવાય દેશમાં વધુ એક એવું રાજય છે કે જયાં પાછલા ૨ અઠવાડિયામાં કોરોનાના કેસ વધ્યા છે. આ બે અઠવાડિયા (૧૮ ઓકટોબરથી ૧ નવેમ્બર)માં કેરળમાં સૌથી વધારે નવા કેસ નોંધાયા હતા. જોકે, અહીં તે પહેલાના કેસની સરખામણીમાં દ્યટાડો થયો છે. પરંતુ દિલ્હી અને મિઝોરમમાં આ દરમિયાન કેસ વધી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર ૪ ઓકટોબરથી ૧૮ ઓકટોબર વચ્ચે ૯,૧૧,૭૫૮ કેસ આવ્યા હતા જે પછી બે અઠવાડિયામાં ઘટીને ૬,૩૫,૯૬૩ રહી ગયા.

દેશના બાકી રાજયોમાં જયાં કેસ ઘટી રહ્યા છે, દિલ્હી અને મિઝોરમમાં વધી રહ્યા છે. દિલ્હીમાં પાછલા બે અઠવાડિયા પહેલા ૫૯,૧૯૯ નવા કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય સ્તર પર જોઈએ તો આંકડા દેશમાં ત્રીજા નંબર છે. ૪ ઓકટોબરથી ૧૮ ઓકટોબર વચ્ચે આવેલા કેસની સરખામણીમાં ખ્યાલ આવે છે કે પાછલા બે અઠવાડિયામાં ૪૫્રુ કેસ વધી ગયા છે, ત્યારે ૪૦,૬૧૧ નવા કેસ નોંધાયા હતા. મિઝોરમની સ્થિતિ એટલી ખરાબ નથી. તે પાછલા ૪ અઠવાડિયાના ડેટા દર્શાવે છે કે બે અઠવાડિયાના કેસનું અંતર માત્ર ૩૭૦ છે.

દિલ્હીમાં સોમવારે ૪,૦૦૧ નવા કેસ નોંધાયા હતા. પાછલા કેટલાક દિવસોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં ૩૬,૬૬૫ ટેસ્ટ કરાયા હતા. એટલે કે પોઝિટિવિટી રેટ ૧૦.૯૧્રુ છે. આ પહેલા ૫ દિવસ સુધી દિલ્હીમાં ૫,૦૦૦ કરતા વધારે કેસ આવ્યા હતા. આ સ્થિતિ રવિવારે અટકી ગઈ. રાજધાનીમાં અત્યાર સુધીમાં ૬,૬૦૪ લોકોના મોત થઈ ગયા છે. ત્યાં અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ કરતા વધારે સક્રીય કેસ છે.

(11:46 am IST)