Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહારના વૈશાલી જિલ્લાના લાલગંજ વિસ્તારમાં મતદાન દરમિયાન વડોદરાના સુરક્ષાકર્મીનુ હાર્ટ-એટેકથી નિધન

મતદાન મથક નંબર 191 પર તૈનાત બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર કેયર ભાઇનુ હાર્ટ એટેકથી નિધન

બિહારના વૈશાલી જિલ્લાના લાલગંજ વિધાનસભા મત વિસ્તારના, મતદાન મથક નંબર 191 પર સુરક્ષા હેઠળ તૈનાત બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર કેયર ભાઇનુ હાર્ટ એટેકથી નિધન થયુ હતુ. તે ગુજરાત રાજ્યના વડોદરા ના રહેવાસી હતા.

એવુ કહેવામાં આવે છે કે, મતદાન શરૂ થયાના થોડા જ સમયમાં, સબ ઇન્સપેક્ટરને અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થવા લાગ્યો હતો. આ અંગે તેમણે બીએસએફ સેન્ટર ભગવાનપુર ખાતે માહિતી આપી. તેમને તાત્કાલિક હાજીપુર સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સબ ઇન્સપેક્ટર કેયર ભાઈ ગુજરાત બીએસએફમાં તૈનાત હતા.

(12:38 pm IST)